Charchapatra

હેરીટેજ મિલકતોની જાળવણી

સુરતમાં હેરીટેજ કિલ્લાનું નવીનીકરણ ખૂબ જ સરસ કરવામાં આવેલું છે તેમજ ગોપીતળાવ પણ ખૂબ જ સુંદર બનાવેલું છે. જેમાં ખૂબ જ વિશાલ જગ્યાઓ જુદી જુદી એક્ટીવીટી માટે ફાળવેલ છે અને બોટીંગ કરવા માટે એક નાનું તળાવ પણ છે. તેમજ કિલ્લાના રીનોવેશનમાં પણ એક નાનું પિકચર લગાવવામાં આવે છે જેમાં સુરતનો ઇતિહાસ બતાવવામાં આવેલ છે. જે જોવાલાયક છે. પરંતુ આ જગ્યાઓ એવા સ્થળે છે કે ઘણી ઓછી વ્યક્તિઓ જાય છે. કેમ કે જેમ કે કિલ્લાના મુખ્ય દ્વાર પર પણ અનેક પ્રકારનાં અસામાજિક તત્ત્વો તેમજ લારીઓ જોવા મળે છે. માટે ત્યાં જોવા જવા માટે લોકોને ડર લાગે છે. આ જ પ્રકારે ગોપીતળાવ પાસે પણ એવું છે. તો આ બંને જગ્યાઓ ઉપર એક સુંદર સ્વચ્છ જવા માટેનો રસ્તો બનાવવામાં આવે તો તેનો લાભ ઘણાં લોકો લઇ શકે. સ્વચ્છતામાં સુરત નંબર 1 આવેલ છે. પણ હેરીટેજ જગ્યાઓને પણ સ્વચ્છ સુંદર બનાવો. રીનોવેશન માટેનું ધ્યેય એ  કે લોકોને જાણ થાય. ઇતિહાસ વિશે અને તેની સામે સુરત મ્યુ. કોપોરેશનને  આવક પણ વધે.
સુરત     – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રેક્ટિસ
લેખનકલા એટલે લખવાનો હુન્નર, લખવું તે. કોમ્યુટર, મોબાઈલ વોટ્સએપ, ઈમેઈલના યંત્રયુગમાં લેખનકલા સંદર્ભે વિચારવા જેવું છે ત્યારે એક સંશોધનમાં સાબિત થયું છે કે, બાળકો કોમ્યુટર કે લેપટોપ પર ટાઈપ કરવાને બદલે હાથથી લખીને વધુ શીખે છે અને તે લાંબો સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓને બાદ કરીને સૌને પૂછીએ કે છેલ્લે પેનથી ક્યારે લખ્યું?  પ્રતિઉત્તર મોટે ભાગે નકારમાં આવે. ગુજરાતી ભાષાના કૌશલમાં શ્રવણ, વાચન અને લેખનકલા આવે. અર્થગ્રહણ માટે શ્રવણ, વાચન જરૂરી પણ, અભિવ્યક્તિ માટે લેખન અનિવાર્ય છે.

વધુ વાંચે, વિચારે તે લખીને પરીક્ષામાં વ્યકત કરી શકાય. સારા અક્ષર માટે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે “ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.” આ લેખનકલાનું મહત્ત્વ કહેવાય. લેખનથી બાળકના હાથના સ્નાયુઓ કેળવાય છે. લેખન એ લેખિત સ્વરૂપમાં સ્પષ્ટ અને સમજાવટપૂર્વક વિચાર વ્યક્ત કરવાની ક્ષમતા છે. શૈક્ષણિક સફળતા માટે યોગ્ય લેખનકાર્ય જરૂરી છે. આજનો વિદ્યાર્થી વધુ વાંચે છે પણ લેખનકલાને અભાવે વ્યાકરણ શૈલી સુધરતી નથી અને પરીક્ષામાં સમય ખૂટે છે. દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરસ “પરીક્ષા પે ચર્ચા” કરી તેમાં પણ જણાવ્યું હતું કે, પરીક્ષામાં લેખનકાર્ય મોટો પડકાર હોય છે. એટલે પ્રેક્ટિસમાં ધ્યાન રાખો. જે વાંચ્યું છે, તેને લખો, પછી જાતે સુધારો.”
નવસારી- કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top