નેતાઓ તો સભા ભરવા બોલાવે, જવું કે ન જવું તમે નકકી કરો

હાલની મહામારીના સમયમાં સરકારશ્રી તરફથી ઉદ્‌ઘાટનો જન આશીર્વાદ યાત્રા, વિજય સરઘસ વગેરેમાં આપણે ઉત્સાહપૂર્વક ઉમટી પડીએ છીએ. ત્યારે સ્વ એ વિચારવાનું રહે છે કે આપણે શું કરવું? ચૂંટાયેલ પ્રતિનિધિને ઘણું મોટું પ્રોટેક્ષન મળે છે અને સભા સમાપ્ત થયે સડસડાટ હવાઇ માર્ગે ઉડી જાય છે. ત્યારે આવડી મોટી માનવ મેદનીમાંથી ઘર પરત ફરવું કેટલું મુશ્કેલ છે. થોડી – લોભ – લાલચ કે પરત ફરવાની સગવડ અાપવામાં અવે તો પણ મુશ્કેલી ઘણી પડે. આપણે નજીવા લોભ લાલચ માટે આપણી તથા આપણા ઘરનાં સદસ્યોની જિંદગી હોડમાં નથી મુકી રહ્યા? આપણે જ સમજીને આવા સંજોગોમાં આવી સભામાં એકત્ર થવાનું ટાળીએ તો નેતાઓનો મદ અાપોઆપ ઉતરી જશે. આપણે પાંચ વર્ષ દરમ્યાનની એમની  કામગીરી અને આપણે ભોગવેલ સુખ કે યાતના જાણીએ છીએ ત્યારે એમને સાંભળવાની જરૂરત શું? ધાર્મિક સમારંભોમાં પણ મોટો મેળાવડો એકત્ર થાય છે ત્યારે ‘સ્વ’એ વિચારવાની જરૂરત છે કે, સંતો સંદેશો આપશે નવું જીવન પરત કરવાની એમની પાસે કોઇ સંજીવની નથી. આવા સંજોગોમાં આવા સમારંભ ન થાય તે જ જનસેવા છે.  દરિયા કિનારે એકત્ર થવું પતંગ ચગાવવા એકત્ર થવું તહેવાર નિમિત્તે મંદિરે મેદની કરવી આ સર્વ બાબત સ્વ પર નિર્ભર કરે છે.  સંકલ્પ કરીએ, વિનાકારણ કાંક જવું નહીં ટોળે વળવું નહીં. ટોળાથી દૂર રહેવું.
અમરોલી    – બળવંત ટેલર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top