Entertainment

KWK 8: 11 વર્ષ બાદ એકસાથે દેખાશે વરૂણ-સિદ્ધાર્થ, કરણના શોનો ધમાકેદાર પ્રોમો થયો રીલિઝ

મુંબઇ: કરણ જોહરના (Karan Johar) ફેમસ ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સીઝન આઠ (Koffee with Karan Season 8) ચાહકોમાં હલચલ મચાવી રહી છે. આ શોમાં કરણ જોહર કરીના-આલિયાથી લઈને સની દેઓલ-બોબી દેઓલ સુધી દરેક વિશે શોમાં ઘણા ખુલાસા કરતા જોવા મળે છે. છેલ્લા એપિસોડમાં કરીના અને આલિયાએ ધૂમ મચાવ્યા બાદ હવે તેના આગામી એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. કરણના શોના આગામી એપિસોડમાં તેના બે વિદ્યાર્થીઓ સિદ્ધાર્થ (Sidharth Malhotra) અને વરુણ (Varun Dhawan) કોફી કાઉચ પર બેઠેલા જોવા મળશે.

જો કે આ શોના ચાર એપિસોડ OTT પર સ્ટ્રીમ કરવામાં આવ્યા છે અને હવે તેના આગામી એપિસોડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન કરણ જોહરના કાઉચ પર બેઠેલા જોવા મળશે. શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં કરણ જોહર સિદ્ધાર્થ અને વરુણને રસપ્રદ પ્રશ્નો પૂછી રહ્યો છે, જ્યારે બંને મિત્રો પણ તેમને સારા જવાબ આપી રહ્યા છે. શોના પ્રોમોમાં અન્ય ઘણા સ્ટાર્સ પણ કરણના સોફા પર બેઠેલા જોવા મળી રહ્યા છે.

કરણ જોહરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘કોફી વિથ કરણ’નો નવો પ્રોમો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન તેમની ડેબ્યૂ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના લગભગ 11 વર્ષ પછી ફરીથી સ્ક્રીન પર એકસાથે જોવા મળશે. જો કે આટલા લાંબા સમયગાળા બાદ ગુરૂ અને બંને શિષ્યોને એકસાથે મસ્તી કરતા જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

ડિઝની+ હોટસ્ટાર અને કરણ જોહરે હોટસ્ટાર સ્પેશિયલના આગામી એપિસોડ ‘કોફી વિથ કરણ સીઝન 8’ માટે અતિથિઓની સૂચિ જાહેર કરી છે. અજય દેવગન, રોહિત શેટ્ટી, રાની મુખર્જી, કાજોલ, કિયારા અડવાણી, વિકી કૌશલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાન્હવી કપૂર જેવા ઘણા કલાકારો આગામી એપિસોડમાં જોવા મળશે. છેલ્લા એપિસોડમાં કરીના કપૂર અને આલિયા ભટ્ટ ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top