Dakshin Gujarat

ઉત્તરાયણમાં પતંગના દોરાથી બચવા ભરૂચવાસીઓ સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે

સુરત: ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી (Kite Threads) ટુ વ્હીલર ચાલકોના જીવ બચાવી સલામતી બક્ષવા ભરૂચ પાલિકા (Bharuch Municipality) પ્રમુખ અમિત ચાવડાએ 14 જાન્યુઆરીએ સિટી બસમાં (City Bus) શનિવારે તમામ શહેરીજનોને નિઃશુલ્ક અને સલામત મુસાફરીની જાહેરાત કરી છે. ભરૂચ સિટી બસ સેવાની બે વર્ષ પહેલાં વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વે બે વખત ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. જેનો 14 હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો.

પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લે
હવે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગાસંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે. જેથી મોપેડ, બાઇક ઉપર જતા-આવતા વાહનચાલકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લે.

વાહનચાલકો પતંગના જીવલેણ દોરા, અકસ્માતનો ભોગ બની શકે છે
મકર સંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા, અકસ્માતનો ભોગ બની શકે છે. જેનાથી બચવા તેઓ સિટી બસની મુસાફરી કરી સલામત રહી શકે છે. શનિવારે ઉત્તરાયણે સવારથી જ તમામ 12 રૂટો પર દોડતી બસોમાં ભરૂચની પ્રજા અને લોકો દિવસભર મફત મુસાફરી કરી શકશે. પોતાનાં વાહનોનો ઉપેયોગ ટાળી વધુમાં વધુ સિટી બસ સેવાનો નિઃશુલ્ક લાભ લેવા ભરૂચ પાલિકા દ્વારા શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો હતો.

સાયણની ડી.આર.જી.ડી. હાઇસ્કૂલ સામે જ સિટી બસમાં આગ
સાયણ: ઓલપાડના સાયણની ડી.આર.જી.ડી. સાર્વ. હાઇસ્કૂલ સામેથી પસાર થતી સુરત સિટી બસમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જો કે, બસ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરતાં તમામ મુસાફરોને નીચે ઉતારતાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
સુરત મહાનગરપાલિકાના સંચાલન હેઠળ સુરતથી વાયા અમરોલી-દેલાડ થઈ સાયણ ટાઉન સુધી સિટી બસો મુસાફરોની સવલત માટે દોડી રહી છે. જે પૈકી બસ નં.(જીજે-૦૫,બીઝેડ-૨૪૭૯) બુધવારે સુરતથી આશરે ૧૨ જેટલા મુસાફરને લઈ સાયણ બજારમાં જઈ રહી હતી. એ સમયે બસ અમરોલીના કોસાડ આવાસમાં રહેતો સુનીલ કાશીયા નીનામા હંકારી રહ્યો હતો. જ્યારે હરેશ નાનાભાઇ માછી કંડક્ટર તરીકે નોકરી ઉપર હતો. આ બસ બપોરે ૧૨:૦૫ કલાકે સાયણની ડી.આર.જી.ડી. સાર્વજનિક હાઇસ્કૂલ સામે પહોંચી ત્યારે બસ અચાનક રસ્તામાં બંધ પડી ગઈ હતી.

Most Popular

To Top