Entertainment

કનિકા કપૂરનો કોરોના રિપૉટૅ નૅગેટિવ આવતા રજા મળી

જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.આ પછી તેને સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એસજીપીજીઆઈએમએસ), લખનઉથી રજા આપવામાં આવી છે.

ગયા અઠવાડિયે તેના પિતાએ કહ્યું હતું કે તે સ્વસ્થ થઈ રહી છે. કનિકાના પિતા રાજીવ કપૂરે કહ્યું હતું કે- “મારી પુત્રી એકદમ ઠીક છે. છેલ્લા કેટલાક દિવસોથી તેના સ્વાસ્થ્ય વિશે જે પણ સમાચાર આવ્યા છે. એ સાચા નથી. તેને અત્યારે કોઈ તકલીફ નથી. હું ફોન અને વીડિયો કોલ દ્વારા તેની સાથે સતત સંપર્કમાં છું. તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ” નોંધપાત્ર રીતે, કનિકાને 22 માર્ચથી એસજીપીજીઆઈએમએસના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

કનિકાએ કોરોના સામેની લડાઇમાં ભલે જીત મેળવી હોઇ છતાં, તેની મુશ્કેલીઓ હજી ઓછી થઈ નથી. લખનૌના સરોજિની નગર પોલીસ સ્ટેશનમાં ચેપનો ભોગ બનેલી દેશની પ્રથમ બોલિવૂડ સેલિબ્રિટી, કનિકા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 188, 269 અને 270 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે આદેશોનો પાલન ન કરવા અને બેદરકારી બદલ ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે.
લાગી રહ્યુ છે કે કનિકાએ લંડનથી આવ્યા બાદ પાટૅી આયોજવા બદલ ઘણુ ભોગવવુ પડશે, કારણ ૧૪ દિવસ ક્વોરેન્ટાઇનમાં રહ્યા પછી પોલીસ તેની પૂછતાછ શરુ કરશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top