Dakshin Gujarat

જંબુસર તાલુકા પંચાયત કચેરીએ રૂ 4.98 લાખનો વેરો ન ભરતાં સીલ મરાયું

જંબુસર,ભરૂચ: જંબુસરમાં (Jambusar) સરકારી કચેરીઓ (Government Office) સહિત મિલકતવેરો ન (Property Tax) ભરનારા સામે તંત્રએ લાલ આંખ કરીને સીલ ( Seal )કરવાની કાર્યવાહી હાથ ધરતાં ભારે સળવળાટ મચી ગયો હતો. જેમાં નવયુગ વિદ્યાલયને ( Navyug Vidhyalai) સીલ માર્યાના બીજા દિવસે જંબુસર તાલુકા પંચાયત કચેરીમાં રૂ.૪.૯૮ લાખ મિલકતવેરો બાકી પડતાં જંબુસર નગરપાલિકાએ તાલુકા પંચાયત કચેરીને સીલ મારતાં ભારે હડકંપ મચી ગયો હતો.

ઘટનાને લઈ શાસકો અને વહીવટીતંત્રમાં દોડધામ મચી
જંબુસર નગરપાલિકા વિસ્તારમાં મિલકતધારકોનો વર્ષ ૨૦૨૨-૨૩ની સાત કરોડ નવ્વાણું લાખ એકાવન હજારની રકમ બાકી છે. જો કે, વર્ષ ૨૦૨૧-૨૨માં એક કરોડ ચાલીસ લાખ સાડત્રીસ હજાર વેરો ભરપાઈ થઇ ગયો હતો. આખી ઘટનાને લઈને શાસકો અને વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને વહેલી તકે નગરપાલિકાના બાકી વેરાનાં નાણાં ભરપાઇ કરવા જણાવ્યું હતું. પરંતુ પાલિકા તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે સીલ મારવામા આવતાં સન્નાટો છવાઈ ગઈ હતો અને રાજકીય માહોલ ગરમાયો હોવાનો ગણગણાટ થતો હતો.

વેરો ન ભરતા નવયુગ વિદ્યાલયને સીલ કરી
જંબુસર નગરપાલિકાએ બાકી મિલકતદારો સામે બુધવારથી લાલ આંખ કરી છે. નવયુગ વિદ્યાલયને બાકી વેરા મુદ્દે સીલ મારી દેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. જંબુસર નગરમાં બાકી મિલકત વેરા ધારકો સામે હવે પાલિકાએ ઉઘરાણીને લઈ સિલિંગનું શસ્ત્ર ઉગામયુ છે. જેની શરૂઆત શહેરની નવયુગ વિદ્યાલયથી કરાઈ છે. પાલિકાએ જણાવ્યું હતું કે શાળાના ટ્રસ્ટીઓ તેમજ આચાર્યને વારંવાર નોટિસો આપવા છતાં રૂપિયા 1.70 લાખનો વેરો ભરપાઈ નહિ કરતા ન છૂટકે અમને સીલ મારવું પડ્યું છે. અન્ય બાકીદારોની મિલકત પણ આજે જંબુસર પાલિકાએ સીલ કરતા ફફડાટ ફેલાયો છે. શાળાને સીલ કરાતા વિધાર્થીઓના અભ્યાસ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

Most Popular

To Top