Business

જેનીલીયાને મળી ઓટોગ્રાફ સાઈન કરવાની ખુશી

અભિનેત્રી જેનીલીયા દેશમુખે ઓટોગ્રાફ સાઈન કરવાથી કેટલી ખુશી મળે છે. તેના વિષે સોશિયલ મીડિયા પર જણાવ્યું અને આ બાબતનો તેનો અંગત પ્રસંગ પણ આપણી સાથે શેર કર્યો. જેનીલીયા એ આ અંગે તેની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે ઓટોગ્રાફ આપતી ક્ષણ કૃતજ્ઞતાથી ભરેલી હોય છે અને તે દર્શાવે છે કે તે જીવનમાં કેટલી આગળ આવી છે.


જેનીલીયાએ સોશિયલ મીડિયા પર તેનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે એક કારની અંદર બેઠી છે અને તેની બહાર રાહ જોઈ રહેલા ફેન્સને ઓટોગ્રાફ આપી રહી છે. આ વિડીયો શેર કરીને સાથે તેણે લખ્યું છે કે, ‘ઓટોગ્રાફ પર સહી કરવામાં કઈ ખાસ છે. કાગળ પર ફક્ત શાહી જ નથી હોતી, તેમાં કૃતજ્ઞતા રહેલી છે. ‘જેનીલીયા વિષે વાત કરીએ તો તેણે ૨૦૦૩ માં તેલુગુ ફિલ્મ ‘સત્યમ’થી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તે જ વર્ષે ફિલ્મ ‘તુજે મેરી કસમ’થી તેણે હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ જેનીલીયાના પતિ રીતેશ દેશમુખની પણ પ્રથમ ફિલ્મ હતી. તેણે ‘બોમ્મારીલ્લું’, ‘રેડી’, ‘સંતોષ સુબ્રમણ્યમ’, ‘જાને તું…યા જાને ના’, ‘ચાન્સ પે ડાન્સ’, ‘ફોર્સ’, ‘તેરે નાલ લવ હો ગયા’ અને ‘મસ્તી’ જેવી ફિલ્મો સાથે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ માની એક તરીકે પોતાને સ્થાપિત કરી હતી. જેનીલીયા ‘તુજે મેરી કસમ’ના તેના કો એક્ટર રીતેશ દેશમુખ સાથે પ્રેમમાં પડી હતી અને ૨૦૧૨ માં તેમણે લગ્ન કર્યા હતાં. •

Most Popular

To Top