Business

શ્રેયસની હોમ લોનકોણે પાસ કરાવી?

બોલિવૂડ ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન હાલમાં તેની કુકિંગ વ્લોગ માટે એક્ટર શ્રેયસ તલપડેના ઘરે ગઈ હતી અને ત્યાં શ્રેયસે ફિલ્મ ઓમ શાંતિ ઓમની યાદો ફરી તાજી કરી અને જણાવ્યું કે આ ફિલ્મ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની હતી. આ ફિલ્મને કારણે જ શ્રેયસ મુંબઈમાં તેનું પહેલું ઘર લઇ શક્યો હતો. વ્લોગમાં દર વખતની જેમ ફરાહ જેના ઘરે જાય તેમને ભેટ આપે છે તેવી જ રીતે શ્રેયસ અને તેની પત્ની ને જ્યારે તે ભેટ આપે છે. શ્રેયસે વધુમાં જણાવ્યું કે ઘર ખરીદવા માટે લોન લેવા હું બેન્ક ગયો હતો પરંતુ, લોન લેવા માટે મને યોગ્ય ઠરાવવામાં આવ્યો નહીં અને બેન્કર લેડીએ મને પૂછ્યું કે ‘કઈ ફિલ્મ કરી રહ્યો છે? મેં કહ્યું ‘ઓમ શાંતિ ઓમ.’ તેણે ફરી પૂછ્યું ‘તેમાં કોણ છે? અને મેં કહ્યું શાહરૂખ ખાન.’ ‘તે ફિલ્મ કોણ બનાવી રહ્યું છે?’, મેં કહ્યું કે, ‘ફરાહ ખાન.’ ત્યારે તે બેન્કર લેડી એ કહ્યું કે ‘તેમની પાસેથી લેટર લઇ આવો.’ ‘આ વિષે મેં ફરાહને ફોન કરીને વાત કરી અને તેણે અને શાહરૂખ એ મને બે દિવસમાં તે લેટર મોકલી આપ્યો. આમ, શાહરૂખ અને ફરાહ એ મારી હોમ લોન પાસ કરવામાં મદદ કરી અને તેમના લેટરને કારણે મને લોન મળી ગઈ.’ આના વિષે ફરાહે થોડી મજાક કરતા કહ્યું કે મને ખુશી છે કે તને લોન મળી ગઈ. પરંતુ, ઓમ શાંતિ ઓમ માટે અમે તને કઈ એટલા બધા પૈસા આપ્યા ન હતા. ફિલ્મ ઓમ શાંતિ ઓમ કે જે ફરાહ ખાન દ્વારા ડિરેક્ટ કરાયેલી હતી તે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી હતી અને તેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પણ હતા.
હાલમાં, શ્રેયસ અહમદ ખાન દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માં આવ્યો છે અને તેમાં અક્ષય કુમાર, રવિના ટંડન, દિશા પટની, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને અન્ય ઘણા કલાકારો પણ છે. •

Most Popular

To Top