Entertainment

જેકલીન અને હું રિલેશનશીપમાં… મહાઠગ સુકેશએ ત્રણ પાનાનો પત્ર લખી ખુલાસો કર્યો

મુંબઈ: બોલિવુડ એક્ટરેસ જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) સાથે જોડાયેલો મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) કેસમાં (Case) ફરી એકવાર મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. મહાઠગ સુકેશે જેલમાં બેઠા બેઠા એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે એ તમામ વાત કહી છે જેને જાણવા તપાસ અધિકારી આતુર છે. આ પત્રમાં ત્રણ પોઈન્ટસ પ્રમાણે જેકલીન સાથેના સંબધ, બિઝનેસ અને લોકસભા ચૂંટણીને લગતી વાત કહેવામાં આવી છે. આ પત્રણાં તેના જેકલીન સાથે પ્રેમ સંબંધ હતો કે નહીં તે પણ કહેવામાં આવ્યું છે.

દેશનો સૌથી મહાઠગ સુકેશ ચંદ્રશેખર, જે તિહારની મંડોલી જેલમાં બંધ છે. પોતાના કાંડના કારણે હંમેશા હેડલાઈન્સ રહે છે. આ વખતે તેણે એક પત્ર લખી ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. 200 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપી સુકેશે જેલમાં બેસીને શાંતિથી અંગ્રેજીમાં ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો. આ પછી તેણે તે પત્ર તેના વકીલ અનંત મલિકને મોકલ્યો. એ પણ મેસેજ કર્યો કે તે પત્ર મીડિયા અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકોને મોકલવામાં આવે અને ત્યાર બાદ આ પત્ર મીડિયામાં પણ ફરતો થયો હતો.

સુકેશે પત્રની શરૂઆત આ રીતે કરી હતી
પ્રિય મીડિયા મિત્ર, છેલ્લા ઘણા દિવસોથી મીડિયામાં અમારા ઘણા મિત્રો અમારા કેસ વિશે માહિતી મેળવવા માંગે છે. અમારો કેસ ક્યાં પહોંચ્યો છે અને હવે તેમાં શું થઈ રહ્યું છે તે વિશે પણ અમને સતત પૂછતા રહે છે. મૂળભૂત રીતે તે બધાનો અર્થ એ છે કે જ્યારે પણ મને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, ત્યારે મારી પાસેથી શું અને કેવા પ્રકારની વસ્તુઓ પૂછવામાં આવે છે, આ સંદર્ભમાં અમે પોઇન્ટ ટુ પોઇન્ટ પત્ર લખવાનું નક્કી કર્યું છે.

ભણેલા શિક્ષિત લોકો ફસાવી રહ્યા હોવાનો આરોપ
સુકેશે પત્રમાં લખ્યું કે કેટાલાક ભણેલા લોકો તેના પર છેંતરપિડીનો કેસ બનાવી ફસાવી રહ્યા છે. તેણે કહ્યું કે એક વિનંતી છે કે તે તમામ લોકોની સાચી હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરો જેમને કહેવાતા પીડિતા તરીકે વર્ણવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી કોર્ટનો સવાલ છે, તેને પુરાવાની જરૂર છે, ના તો કોઈ શિકારીની તસ્વીર. આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં સત્ય કહેવામાં આવે છે.

છેતરપિંડી કે ઠગ કહીને મારી મજાક ઉડાવે છે
તેણે આગળ લખ્યું છે કે “મારી ઉપર જે પણ આરોપો મુકવામાં આવ્યા છે તે માત્ર આરોપો છે અને મેં અગાઉ કહ્યું તેમ આ આખો મામલો બદલાની ભાવનાથી કરવામાં આવ્યો છે. અને હું આ બહુ જલ્દી સાબિત કરીશ. બસ. માત્ર સમયની વાત છે. બહુ જ વિચિત્ર છે કે બધા મને છેતરપિંડી કે ઠગ કહીને મારી મજાક ઉડાવે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે મારા પર એક પણ આરોપ સાબિત થયો નથી. આજ સુધી કોઈ વ્યક્તિ મારા પર લાગેલા આરોપો સાબિત કરી શકી નથી, ન તો કોઈ મને દોષિત ઠેરવીને સજા અપાવી શક્યું છે. ઉલટાનું તેણે પત્રમાં લખ્યું કે મારા વિરુદ્ધ ઠગ બોલનારાઓ પર મારે બદનક્ષીનો કેસ દાખલ કરવો જોઈએ.

જેક્લીન અને હું રિલેશનશીપમાં છીએ
તેણે પત્રમાં લખ્યું કે “એ ખૂબ જ અફસોસ અને દુર્ભાગ્યની વાત છે કે જેક્લીન ફર્નાન્ડીઝને PMLA કેસમાં આરોપી બનાવવામાં આવી રહી છે. હું એ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ કરવા માંગુ છું કે હું અને જેક્લીન ફર્નાન્ડિસ રિલેશનશિપમાં છીએ. અને મેં તેને અને તેના પરિવારના સભ્યોને ભેટ આપી છે. આમાં તેનો શું વાંક? તેણે ક્યારેય મારી પાસેથી પ્રેમ સિવાય કંઈ માંગ્યું નથી. મેં તેને અને તેના પરિવારને મારી મહેનતના લોહી અને પરસેવાની કમાણીમાંથી એક એક પૈસો આપ્યો છે. અને તે પૈસા મેં કમાયા છે. માત્ર કાયદાકીય માધ્યમથી જ. અને હું આ વાત જલ્દી કોર્ટમાં સાબિત કરીશ. તેથી તેને અથવા તેના પરિવારને આ કેસમાં ખેંચવામાં આવે તેવું કોઈ કારણ નથી. આ બધી બાબતો તાત્કાલિક બંધ થવી જોઈએ. હું ઈચ્છું છું કે આ ગેરકાયદેસર રસ્તાઓ બંધ થાય.

હું કાયદેસર રીતે સાબિત કરીશ કે તેના અને તેના પરિવારના સભ્યો પરના તમામ આરોપો ખોટા છે. મારી જવાબદારી છે કે હું હંમેશા મારા પ્રેમની પડખે ઊભા રહીશ અને મેં તેણીને આપેલું વચન પૂરું કરું. મારા કારણે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં આવવાની જરૂર નથી. પરંતુ અત્યારે જે સર્કસ ચાલી રહ્યું છે તેના કારણે મારે કોર્ટમાં સાબિત કરવું પડશે કે તેને અને તેના પરિવારને જાણી જોઈને આ મામલે ખેંચવામાં આવ્યા છે. માત્ર મારા કારણે. જ્યારે આ કેસમાં તે લોકોનો કોઈ દોષ નથી. મને ખાતરી છે કે તે જલ્દી જ આ ગંદકીમાંથી બહાર આવશે અને તે પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકશે.”

ઇન્ડોનેશિયાની કોલસાની ખાણમાં મારો હિસ્સો હતો
“મેં જોયું કે કેટલાક એવા પ્રશ્નો છે જે મારા વ્યવસાય સાથે સંબંધિત છે અને જેનો ચાર્જશીટમાં પણ ઉલ્લેખ છે. તેથી મારે સ્પષ્ટ કરવું પડશે કે ઇન્ડોનેશિયાની કોલસાની ખાણમાં મારો હિસ્સો હતો. આ સિવાય કેટલીક હોટલ અને ન્યૂઝ ચેનલોમાં પણ હું એક ભાગીદાર હતો, જેની સાથે મેં પછીથી વ્યવહાર કર્યો.

આવકવેરા વિભાગે મારા વિશે જે ઝીણવટભરી તપાસ કરી છે, તે તમામ બાબતો તે રિપોર્ટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવી છે. અને આ તમામ તપાસ પૂરી થતાં જ હું સંબંધિત તમામ દસ્તાવેજો આપી શકીશ. જેમને જોઈને દરેક પ્રકારની શંકા-કુશંકા બહાર આવી શકે છે. આવી સ્થિતિમાં, કંઈપણ છુપાવવાની જરૂર નથી અને તેનાથી ડરવાની પણ જરૂર નથી. બધું કાયદેસર છે અને બધું અરીસાની જેમ બધાની સામે હશે. જે દરેક વ્યક્તિ સરળતાથી જોઈ શકે છે.”

2024ની લોકસભાની ચૂંટણી લડશે અને જીતશે પણ
સુકેશ પત્રના અંતમાં જણાવ્યું તે આ તમામ વસ્તુઓ તેની સાથે બદલો લેવા માટે કરવામાં આવી રહ્યો છે. તેણે કેસને દેશનું સૌથી મોટું ષડયંત્ર ગણાવ્યું છે. તેણે કહ્યું કે તમામ જાળમાંથી હું બહાર નીકળીશ. તેણે કહ્યું જેણે પણ મને આ કેસમાં ફસાવ્યો છે તેની સ્ક્રિપ્ટમાંથી હું બહાર નીકળીશ, હું તે લોકોને સફળ થવા દઈશ નહીં. આ સાથે પત્રના અંતમાં તેણે તેના ફ્યુચર વિશે પણ ઘણું બધું લખ્યું છે. તેણે લખ્યું છે કે તે 2024ની લોકસભા ચૂંટણી લડશે અને તે આ ચૂંટણી જીતશે પણ. મારી જીત એકતરફી હશે.હું મારા પરિવાર,મિત્રો અને સ્નેહીજનો તેમજ મારા સમર્થકોને મળી રહ્યો છું. હું સાબિત કરીશ કે મારા સમુદાયને મારા પર ગર્વ થશે. આ પત્ર દ્વારા સુકેશ 200 કરોડની છેતરપિંડી વિશે પણ લખે છે, જેના કારણે તે હાલમાં જેલમાં છે.

Most Popular

To Top