Sports

સનરાઇઝર્સ હૈદરાબાદને રાજસ્થાન રોયલ્સે 72 રને હરાવ્યું

હૈદરાબાદ: અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) (આઇપીએલ)ની આજની ડબલ હેડરની પહેલી મેચમાં (Match) ગત વર્ષની ફાઇનલિસ્ટ રાજસ્થાન રોયલ્સે ત્રણ જોરદાર અર્ધસદીઓ પછી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલની કાતિલ બોલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રને હરાવીને વિજય (Win) સાથે શરૂઆત કરી હતી.

  • સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રને કચડીને રાજસ્થાન રોયલ્સે વિજયી શરૂઆત કરી
  • યશસ્વી જયસ્વાલ, જોસ બટલર અને સંજૂ સેમસનની અર્ધસદીઓની મદદથી રાજસ્થાન રોયલ્સે 203 રન બનાવ્યા
  • ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ પછી યુઝવેન્દ્ર ચહલની ચાર વિકેટે પગલે સનરાઇઝર્સ 131 રન સુધી જ પહોંચી શક્યું

મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ઓપનર યશસ્વી જયસ્વાલના 54, જોસ બટલરના 54 અને કેપ્ટન સંજૂ સેમસનના 55 રનની ઇનિંગની મદદથી 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં બટલર અને જયસ્વાલની ફટકાબાજીને કારણે રાજસ્થાન રોયલ્સે એક વિકેટે 85 રન બનાવ્યા હતા. આ સાથે રાજસ્થાન રોયલ્સે IPLમાં પાવરપ્લેમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો જે અગાઉ 81 રન હતો. તે પાવરપ્લેમાં કોઈપણ ટીમ દ્વારા છઠ્ઠો સર્વોચ્ચ સ્કોર પણ હતો. જવાબમાં હૈદરાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 131 રન જ બનાવી શકી હતી. સનરાઇઝર્સ વતી અંતિમ ઓવરોમાં બેટીંગ કરતાં જમ્મુ-કાશ્મીરના બે યુવા ઝડપી બોલરો અબ્દુલ સમદ અને ઉમરાન મલિકે છગ્ગાઓ ફટકાર્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. સમદ 32 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને ટીમ વતી તે સર્વોચ્ચ સ્કોરર રહ્યો હતો.

Most Popular

To Top