Sports

IPLની ફાઈનલ્સનો સમય બદલાયો, હવે આ ટાઇમે શરૂ થશે મેચ

મુંબઇ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન રમાઇ રહી છે. આઇપીએલમાં અત્યાર સુધીમાં 66 તબક્કાની મેચો પૂર્ણ થઈ ગઈ છે અને 4 મેચો બાકી છે. આ સિઝનમાં કુલ 70 મેચો રમાઈ રહી છે. તેમજ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે આઇપીએલમાં નવી ટીમોએ જ પોતાનો જાદૂ દેખાડ્યો છે. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પ્લેફ ઓફમાં એન્ટ્રી લઇ લીધી છે.

IPL 2022ની તમામ લીગ મેચો મુંબઈના વાનખેડે, બ્રેબોર્ન, DY પાટિલ અને પુણેના MCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચોની આખી સિઝનની મેચો સાંજે 7.30 વાગ્યાથી સતત શરૂ થઈ ગઈ છે અને સાંજે 7 વાગ્યાથી ટોસ ચાલુ થાય છે. પરંતુ 29 મેના યોજાનારી ટાઈટલ મેચના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. કારણ કે આ દિવસે સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવશે. આ કારણોસર મેચ રમવાનો સમય અડધો કલાક વધારવામાં આવ્યો છે.

રાત્રે 8 વાગ્યાથી મેચ શરૂ કરશે
IPL 2022ની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચની ટોસ સાંજે 7.30 કલાકે થશે. આ મેચ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા સાંજે 6.30 કલાકે સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં બોલિવૂડની અનેક હસ્તીઓ પણ હાજરી આપશે. આ ઇવેન્ટ લગભગ 50 મિનિટની હશે. તેથી ટોસ 30 મિનિટ મોડું 7:30 વાગ્યે કરવામાં આવશે.

5 વર્ષ પછી સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે
IPLની પ્રથમ 10 સીઝન એટલે કે 2008 થી 2017 સુધી સતત ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી ત્રણ વર્ષ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલ CoA પછી આ ઘટના પર રોક લાગી હતી. આ વર્ષે પણ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું ન હતું પરંતુ BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં સમાપન સમારોહના આયોજનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top