National

મહારાષ્ટ્રમાં પેટ્રોલ ટેન્કર અને ટ્રક વચ્ચે ટક્કર બાદ આગ, 9ના મોત

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં થયેલા આ ગમખ્વાર અકસ્માત(Accident)માં 9 લોકો મોત(Death)ને ભેટ્યા છે. આ અકસ્માત બન્યો છે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં. જેમાં ડીઝલ ભરેલા ટેન્કર અને લાકડા લઇ જતી ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. જેમાં નવ લોકો દાઝી ગયા હતા. પોલીસ અધિકારીનાં જણાવ્યા અનુસાર આ અકસ્માત ગુરુવારે રાત્રે ચંદ્રપુર-મૂલ રોડ પર થયો હતો. ચંદ્રપુર સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર સુધીર નંદનવરે જણાવ્યું હતું કે, “ચંદ્રપુર શહેર નજીક અજયપુર પાસે ડીઝલ ભરેલ એક ટેન્કર લાકડાના લોગ વહન કરતી ટ્રક સાથે અથડાયું હતું. દુર્ઘટનાને કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માતના એક કલાક પછી ફાયર બ્રિગેડના જવાનો અજયપુર પહોંચ્યા હતા અને થોડા કલાકો પછી આગને કાબૂમાં લેવામાં આવી હતી. નંદનવરે કહ્યું કે પીડિતોના મૃતદેહોને બાદમાં ચંદ્રપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માત બાદ ચંદ્રપુર શહેર તરફ જતો રસ્તો કેટલાક કલાકો સુધી બંધ રહ્યો હતો. હાઇવેની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આગની જ્વાળાઓએ નજીકના જંગલને લપેટમાં લીધું હતું. દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

અકસ્માત બાદ નજીકના જંગલમાં આગ પણ ફાટી નીકળી
ચંદ્રપુર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ શહેરના મુખ્ય માર્ગ પર અજયપુર ગામ પાસે પેટ્રોલ ટેન્કર અને ટ્રક સામસામે અથડાયા હતા. ટ્રકનું ટાયર ફાટ્યા બાદ તે સામેથી આવતા ટેન્કર સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટના બાદ ફેલાઈ ગયેલા પેટ્રોલના કારણે આસપાસના અનેક વૃક્ષો બળી ગયા છે. સવારે 10 વાગ્યા સુધી જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ હતા.

પેટ્રોલ અને લાકડાના કારણે મોટો અકસ્માત
ચંદ્રપુરથી ફાયર બ્રિગેડની એક ડઝન ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ટ્રકમાં લાકડા રાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે પેટ્રોલ અને લાકડાના કારણે આ અકસ્માત ભયાનક હતો.

Most Popular

To Top