National

iPhone ખરીદવા માટે માતા-પિતાએ પોતાના સગા બાળકને વેચી દીધું : પશ્વિમ બંગાળની ઘટના

પશ્વિમ બંગાળ : લોકો iPhone માટે પોતાની કિડની વહેંચતા હોય તે વાત આપણે સાંભળી છે. પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે માતા-પિતાએ (mother father) iPhone ખરીદવા માટે પોતાના બાળકને જ વેચી દીધું હોય. આ વાત સાંભળી તમને પણ આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય ઘટના છે.

પશ્વિમ બંગાળમાં માતા-પિતાએ iPhone ખરીદવા માટે પોતાના બાળકને જ વેચી દીધું છે. આ કપલ iPhone ખરીદવા માંગતુ હતું જેની મદદથી તેઓ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર રીલ્સ (Reels) બનાવી શકે. આ મામલો પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાનો છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેમના પડોશીઓને તેમના પર શંકા થઈ હતી. પડોશીઓએ જોયુ કે જે કપલ પાસે કાલ સુધી પૈસાની કડકી હતી અને તેમની પાસે અચાનક iPhone આવી ગયો.

પડોશીઓ દ્વારા બાળક વિશે પુછવામાં આવતા કપલે બહાના બનાવ્યાં
ઘણા દિવસો સુધી પડોશીઓ દ્વારા તે કપલને તેમના બાળક વિશે પુછવામાં આવ્યુ હતું. પરંતુ તે કપલે કોઈ જવાબ આપ્યો નહતો. તેમનો આ બદલાવ તેમના છોકરા ગુમ થવા પાછળનું કારણ હોય તેવું લાગતું હતું. ત્યાર બાદ પડોશીઓએ પોલીસ ફરીયાદ કરી હતી.

પોલીસ ફરીયાદ બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. તે કપલે જણાવ્યું હતું કે તેમણે પોતાના 8 મહિનાના છોકરાને વેચી દીધું હતું. બાળકની માતાએ જણાવ્યું હતું કે તેઓએ બાળક વેચ્યું અને જે પૈસા આવ્યા તેનો ઉપયોગ પશ્ચિમ બંગાળમાં વિવિધ સ્થળોની મુલાકાત લઈને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવા માટે કર્યો હતો. બાળકની માતાનુ નામ સાથી છે.

પોલીસે બાળકની માતા અને બાળકને ખરીદનાર મહિલાની ધરપકડ કરી છે
પોલીસે બાળકની માતા અને બાળકને ખરીદનાર પ્રિયંકા ઘોષ નામની મહિલાની ધરપકડ કરી છે. જો કે બાળકના પિતાનું નામ જયદેવ છે. જે હજુ ફરાર છે. બાળક સાથે તે બાળકના પિતાએ તેની 7 વર્ષની પુત્રીને પણ વેચવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. હાલ બંગાળ પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે. જો કે ગરીબ માતા-પિતા દ્વારા પૈસા માટે બાળકોને વેચવું એ નવી વાત નથી.

Most Popular

To Top