Sports

ટીમ ઈન્ડિયાનો પહેલી ઇનિંગમાં સ્કોર 289/3: આટલી મેચ બાદ કોહલીએ ફિફ્ટી ફટકારી

અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છેે. ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. ભારતે 3 વિકેટ સાથે 289નો સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 480 રનનો સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ભારતે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે ત્રણ વિકેટે 289 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 59 અને રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને રમી રહ્યા છે. ભારતીય ટીમ તરફથી ઓપનર શુભમન ગિલે 128 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા (42)એ બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.

શુભમન ગિલે તેની કારકિર્દીની 5મી ફિફ્ટી ફટકારી છે, તે 128 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે 2000 રન પૂરા કર્યા છે. અને તેને ટોડ મર્ફીએ LBW કર્યો હતો. આ પહેલા 35 રન બનાવી કેપ્ટન રોહિત શર્મા આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 480 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયન, ટોડ મર્ફી અને મેથ્યુ કુહનેમેનને 1-1 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયા હજુ 191 રને પાછળ છે. ત્રીજા દિવસના સમાપ્તિ સુધીમાં વિરાટ કોહલી (59*) અને રવીન્દ્ર જાડેજા (16*) ક્રિઝ પર છે.

કોહલીએ ફિફ્ટી ફટકારી
ફોર્મમાં પરત ફરતા વિરાટ કોહલીએ પોતાની ફિફ્ટી ફટાકરી હતી. કોહલીએ 109 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. 16 ટેસ્ટ ઇનિંગ્સમાં કોહલીની આ પ્રથમ ફિફ્ટી છે. છેલ્લે તેણે જાન્યુઆરી 2022માં 50 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો. ભારતનો સ્કોર હાલમાં ત્રણ વિકેટે 271 રન છે.

ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી જશે. જો મેચ હાર અથવા ડ્રોમાં સમાપ્ત થાય છે, તો ભારતે શ્રીલંકા-ન્યૂઝીલેન્ડ શ્રેણી પર નિર્ભર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયા પહેલા જ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે.

આ અગાઉ ભારતીય ટીમે બીજા દિવસે રમતના અંત સુધી વિકેટ ગુમાવ્યા વિના 36 રન બનાવ્યા હતા. આજે ત્રીજા દિવસે સવારે ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી, પરંતુ પહેલાં જ સત્રમાં ભારતને ઝટકો લાગ્યો હતો. 74ના સ્કોર પર પહેલી વિકેટ પડી હતી. કેપ્ટન રોહિત શર્મા અંગત 35 રન બનાવી આઉટ થયો હતો. મેથ્યુ કુનેહમેને રોહિતને આઉટ કર્યો હતો.

Most Popular

To Top