Sports

IND Vs NZ 3rd ODI Live: જોરદાર ઓપનિંગ બાદ ભારતે ન્યુઝીલેન્ડને 386 રનનો ટાર્ગેટ આપ્યો

નવી દિલ્હી: જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો તે ન્યૂઝીલેન્ડને સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરશે. ટીમ ઈન્ડિયા આજે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચ રમી રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ખોટો પડ્યો હતો. ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ભારતે 9 વિકેટ ગુમાવીને 385 રન બનાવ્યા છે. ભારતના ઓપનર્સ સામે ન્યુઝીલેન્ડના બોલર્સ નિષ્ફળ રહ્યાં હતાં. શુભમન ગિલ અને રોહિત શર્માએ ન્યુઝીલેન્ડના બોલરોની ચારેતરફ ધોલાઈ કરી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાની એક બાદ એક 9 વિકેટ પડી હતી.

ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ભારતે 9 વિકેટ ગુમાવીને 385 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલે 112 અને રોહિત શર્માએ 101 રન બનાવ્યા હતા. અંતમાં હાર્દિક પંડ્યાએ તોફાની 54 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર તરફ લઈ ગઈ હતી. જો અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી 36, ઈશાન કિશન 17 અને સૂર્યકુમાર યાદવ 14 રન બનાવી શક્યા હતા. શાર્દુલ ઠાકુરે પણ 25 રનની ઇનિંગ રમી હતી.

મેચના LIVE અપડેટ્સ
ભારતીય ઓપનરોએ 200 થી વધુ રનની ભાગીદારી કરી નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. રોહિત અને શુભમન ગિલ બંનેએ સદી ફટકારી હતી. 212 ના સ્કોર પર ભારતની પહેલી વિકેટ પડી હતી. કેપ્ટન રોહિત શર્મા 85 બોલમાં 101 રન બનાવી માઈકલ બ્રેસવોલની બોલ પર બોલ્ડ થયો હતો. રોહિત શર્મા બાદ હવે ભારતીય ઓપનર શુભમન ગિલ પણ સદી ફટકાર્યા બાદ આઉટ થયો હતો શુભમન ગિલ મેચમાં 78 બોલમાં 112 રન બનાવ્યા હતા. ગિલની વનડે કારકિર્દીની આ ચોથી સદી 72 બોલમાં આવી હતી. ગિલે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 5 સિક્સર ફટકારી છે. હાલમાં ભારતીય ટીમ 230/2 (28).

ભારતની ઈનિંગની 34 ઓવર પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે વિરાટ કોહલી, ઈશાન કિશન ક્રિઝ પર છે. બે વિકેટ ગુમાવીને ટીમ ઈન્ડિયાનો સ્કોર 267 રન થઈ ગયો છે, આવી સ્થિતિમાં ભારતની નજર મોટા સ્કોર પર રહેશે. ભારતીય ટીમ એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે ત્યાર ટીમ ઈન્ડિયાની ચાર વિકેટ પડી છે. એક પછી એક વિકેટ પડતા ટીમ ઈન્ડિયાના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. ઈશાન કિશાન બાદ વિરાટ કોહલી પણ આઉટ થયો હતો. ઈશાન કિશાન 17 રન બનાવી આઉટ થયો હતો. રન લેવાના ચક્કરમાં બંને ખેલાડીઓમાં મૂંઝવણ ઊભી થઈ હતી. ઈશાન બાદ વિરાટ કોહલી પણ કેચ આઉટ થયો હતો. આ ઈનિગંમાં તે માત્ર 36 રન જ બનાવી શક્યો હતો. વિરાટ કોહલી કવર પરથી શોટ મારવા જતાં 36 રને ફિન એલનના હાથે કેચઆઉટ થયા હતો. ભારતનો સ્કોર 36.2 ઓવરમાં 284/4 થઈ ગયો છે.

વિરાટ-ઈશાન બાદ ભારતીય ખેલાડીઓની એક પછી એક વિકેટ પડી રહી છે. સૂર્યકુમાર યાદવ માત્ર 14 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 293 પર પાંચ વિકેટે 38.4 ઓવર થઈ છે. ટીમ ઈન્ડિયાના લગભગ તમામ બેટ્સમેન્ટ આઉટ થઈ ગયા છે. વૉશિંટગ સુંદર અને હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે. પાંચ વિકેટ ગૂમાવી ટીમ ઈન્ડિયાનો સ્કોર 300ને પાર પહોંચ્યો હતો.

વોશિંગ્ટન સુંદરની વિકેટ પડી
એક સમયે જ્યાં ટીમ ઈન્ડિયા 400 રન સુધી પહોંચવા માટે જોઈ રહી હતી, હવે 350 પણ મુશ્કેલ લાગી રહ્યા છે. ભારતની છઠ્ઠી વિકેટ પડી છે વોશિંગ્ટન સુંદર 9 રન બનાવીને આઉટ થયો હતો. અત્યારે હાર્દિક પંડ્યા ક્રિઝ પર છે, તેથી તેની પાસેથી ઘણી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતનો સ્કોર 42.2 ઓવરમાં 313/6 થઈ ગયો છે.

ટીમ ઈનડિયાનો સ્કોર 350 પાર થયો છે. ત્યારે શાર્દુલ ઠાકુર અને હાર્દિક પંડ્યાએ ઈનિંગ્સ સંભાળી હતી પરંતુ શાર્દુલ ઠાકુર પણ છેલ્લી ઓવરોમાં ઝડપી રન બનાવવા બદલ આઉટ થયો હતો. તેણે 17 બોલમાં 25 રનની ઈનિંગ રમી, ટીમ ઈન્ડિયાનો સ્કોર 48 ઓવરમાં 367/7 થઈ ગયો છે. ત્યાર બાદ હાર્દિક પંડ્યા પર આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. સતત વિકેટો પડયા બાદ હાર્દિક પંડ્યાએ તોફાની ઇનિંગ્સ રમીને ભારતનો સ્કોર આટલો મોટો કરી દીધો છે. હાર્દિક પંડ્યા તેની ઇનિંગમાં 38 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા બાદ કુલદીપ યાદવની આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ 385 રન બનાવી 9 વિકેટ ગૂમાવી હતી.

આ શ્રેણીની પ્રથમ વનડે હૈદરાબાદમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક રીતે 12 રને જીત મેળવી હતી. આ મેચમાં ઓપનર શુભમન ગિલે 208 રનની બેવડી સદીની ઇનિંગ રમી હતી. જ્યારે રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની આ શ્રેણી પહેલા છેલ્લી 10માંથી માત્ર એક જ ODI જીતી શકી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયા 6 મેચમાં હારી છે. જ્યારે ત્રણ મેચ અનિર્ણિત રહી હતી.

રોહિત શર્માની વનડેમાં 49મી ફિફ્ટી ફટકારી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વનડેમાં 49મી ફિફ્ટી ફટકારી હતી. રોહિતે ઓફ સ્પિનર ​​મિચેલ સેંટનરને સિક્સ મારી પોતાની 49મી ફિફટી ફટકારી હતી.

રોહિત-ગિલે ઓપનિંગમાં લીડ મેળવી
ન્યુઝીલેન્ડ સામેની ઈન્દોર ODI મેચમાં શુભમન ગીલે ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં આગેવાની લીધી હતી. જ્યારે ન્યુઝીલેન્ડ ટીમ માટે પ્રથમ ઓવર ફાસ્ટ બોલર જેકબ ડફીએ કરી હતી. આ ઓવરમાં ત્રણ રન થયા હતા.

આ મેચ માટે ભારતીય ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી વનડે માટે પ્લેઈંગ-11માં બે મોટા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને ઝડપી બોલર ઉમરાન મલિક અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી છે.

મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક.
ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર

Most Popular

To Top