Entertainment

જેટલી પીવી નહોતી એટલી પી ગઈ… ધુરંધર’ બાદ ચર્ચામાં જાસ્મીન, જીવનના કઠિન સમયનો કર્યો ઉલ્લેખ

પંજાબી અને બોલિવુડની જાણીતી ગાયિકા જાસ્મીન સૅન્ડલાસ હાલ પોતાની ફિલ્મ ‘ધુરંધર’ને કારણે ફરી ચર્ચામાં છે. આ વચ્ચે તેમણે પોતાના જીવનના એક સંવેદનશીલ અને મુશ્કેલ તબક્કા વિશે ખુલાસો કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. જાસ્મીનએ સ્વીકાર્યું કે એક સમય એવો હતો જ્યારે તેઓ જરૂર કરતાં વધુ દારૂ પીતી હતી અને તે સમયના કેટલાક નિર્ણયો અંગે આજે તેમને પસ્તાવો થાય છે.

જાસ્મીન સૅન્ડલાસે જણાવ્યું કે તેમના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેઓ ભાવનાત્મક રીતે ખૂબ નબળી પડી ગઈ હતી. વ્યક્તિગત અને પરિવાર સાથે જોડાયેલી કેટલીક પરિસ્થિતિઓએ તેમને અંદરથી તોડી નાખી હતી. આ કારણે તેઓ એકાંત અને માનસિક દબાણનો સામનો કરી રહી હતી. આ જ સમયમાં તેમણે દારૂનો સહારો લીધો અને લગભગ બે-ત્રણ વર્ષ સુધી આ આદત ચાલુ રહી. તેમણે ખુલ્લેઆમ કહ્યું, “હું જેટલી પીવી નહોતી એટલી પી ગઈ… અને આજે તેના માટે મને અફસોસ થાય છે.” તેમનું માનવું છે કે જ્યારે કોઈ વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન કે સહારો ન મળે ત્યારે તે ઘણીવાર ખોટા રસ્તે ચાલી જાય છે. તેમના જીવનમાં પણ એવું જ બન્યું હતું.

જાસ્મીનએ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર, ખાસ કરીને તેમની માતાએ તેમને ખુબ સહારો આપ્યો. ધીમે ધીમે તેઓ આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા અને પોતાની જાતને ફરીથી સંભાળી શક્યા. હવે તેઓ જીવનને વધુ સંતુલિત રીતે જીવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે માતા-પિતા અને બાળકો વચ્ચેના સંબંધ અંગે પણ મહત્વપૂર્ણ વાત કરી. તેમણે જણાવ્યું કે બાળકોને યોગ્ય માર્ગદર્શન અને ભાવનાત્મક સહારો આપવો ખૂબ જરૂરી છે. જીવનના કઠિન સમયમાં પરિવારનો સહારો વ્યક્તિને તૂટી પડવાથી બચાવે છે. હાલમાં ‘ધુરંધર’ ફિલ્મના ગીતોથી ચર્ચામાં આવેલી જાસ્મીન સૅન્ડલાસ હવે પોતાના અનુભવોને ખુલ્લેઆમ શેર કરીને અન્ય લોકોને પણ પ્રેરણા આપવા માંગે છે. તેમના આ નિડર સ્વીકારને ચાહકો હિંમતભર્યું અને પ્રેરણાદાયી પગલું ગણાવી રહ્યા છે.

Most Popular

To Top