SURAT

સ્મીમેરને ચકાચક કરવા સરકારના નાયકનું મેગા ઓપરેશન

સુરત : સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલની (Hospital) કાયાપલટ થવા જઈ રહી છે. સારામાં સારા ઈન્ફ્રાસ્ટક્ચર અને આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ હોવા છતાં અહીંની અવ્યવસ્થાના કારણે દર્દીઓ અને તેમના સ્નેહીઓ હેરાન-પરેશાન હતા. ચારેકોર ફેલાયેલી ગંદકી-પાર્કિંગ લોટની અવ્યવસ્થા-પથારાં નાંખીને જ્યાં ત્યાં બેઠેલા નાગરિકોથી લઈને સામાન્ય નાગરિકને સારવાર માટે પડતી અનેક હાલાકીઓને હલ કરવાનું મેગા ઓપરેશન સરકાર નિયુકત ડેપ્યુટી કમિશનર જે.એન.વાઘેલાએ હાથ ધર્યું છે, છેલ્લાં 22 દિવસથી મ્યુ. કમિશનરના માર્ગદર્શન હેઠળ આ કામગીરીમાં જોતરાયા હતા.

આ અંતર્ગત તેઓએ સૌ પ્રથમ તો સ્મીમેરમાં મોટાપાયે ફેલાયેલી ગંદકીને દૂર કરવાની ઝૂંબેશ હાથ ધરી છે, પાન-મસાલા-માવા ખાઈને થૂંકનારાની સામે લાલ આંખ કરવા સિક્યુરિટીની જવાબદારી નક્કી કરી નાંખી છે, દરેક ફલોર પર સફાઈની કામગીરી જળવાય તે માટે સેનેટરી ઈન્સ્પેક્ટથી લઈને બેલદારને સ્વચ્છતા જાળવવા કડક સૂચનાઓ અપાઈ છે. પાર્કિંગ લોટની અવ્યવસ્થા દૂર કરવા બેનરો મારીને સૂચારું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખાસ કરીને અહીં આવતા દર્દીઓને મેડિકલ સારવાર યોગ્ય રીતે મળે તે માટે સમગ્ર તંત્રને સજજ કરવામાં આવી રહ્યું છે.

શહેરીજનોને તબીબી સેવા સરળતાથી અને સસ્તા દરે ઉપલબ્ધ બને તે માટે સુરત મનપા દ્વાર કરોડો રૂપીયા ખર્ચ કરીને સ્મીમેર હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ચલાવવામાં આવે છે. માતબર ખર્ચ અને સુવિધામાં સરકારી રાહે ચાલતી વ્યવસ્થાના કારણે સ્મીમેર મનપાનો ધોળો હાથી હોવાની ટીકા થઇ રહી છે. જો કે, મ્યુ. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે સ્મીમેરમાં ઉપલબ્ધ અધતન ઇન્ફ્રાસ્ટ્રકચરનો મહતમ ઉપયોગ કરીને ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી સુવિધા અને વ્યવસ્થા ગોઠવવા બીડું ઝડપ્યુ છે. જેના ભાગરૂપે સરકાર દ્વારા નિયુકત આઇએએસ ડેપ્યુટી કમિશનર જે.એન.વાઘેલાને સ્મીમેરના ઇતિહાસમાં પ્રથમ વખત સ્મીમેરના સ્પેશિયલ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ નિયુકિતના 22 દિવસ બાદ સ્મીમેર હોસ્પિટલના વહીવટમાં કરાયેલા ધરખમ સુધારાઓનો રિપોર્ટ આજે મનપા કમિશનર શાલીની અગ્રવાલે આપ્યો હતો.

સ્મીમેરમાં નિયુક્ત સ્પેશિયલ ઓફિસર દ્વારા અહીંની વ્યવસ્થામાં મોટાપાયે કરવામાં આવેલા હકારાત્મક સુધારાઓની સ્થિતિનો રિવ્યુ લેવા માટે મ્યુ. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ આજે સ્મીમેર પહોંચ્યા હતા. તેઓએ સ્મીમેરના જુદા-જુદા વિભાગો સહિત ઇમરજન્સી વિભાગ, કેન્ટીન વગેરેના રાઉન્ડ દરમિયાન કામગીરીથી પ્રભાવિત થયા હતા સાથે જ્યાં જરૂર હોય ત્યાં પોતે પણ સૂચનો કર્યા હતા. ઇમરજન્સી વિભાગમાં આવેલ DSA વિભાગ (ઇન્ટરવેન્શલ રેડીયોલોજી) જે સાઉથ ગુજરાત ખાતે માત્ર સ્મીમેર હોસ્પિટલમાં જ કાર્યરત હોય, તેમાં થતી પ્રોસીઝરોની ત્યાંની ફેકલ્ટી પાસેથી જાણી, વધુમાં વધુ દર્દીઓ આ સારવારનો લાભ લઇ શકે તે અંગે ઘટતુ કરવા સુચનાઓ આપી હતી.

ત્યારબાદ કમિશનરે જણાવ્યું હતું કે, ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની જેમ સ્મીમેરમાં પણ દરેક ફલોર-વિભાગ પર રાઉન્ડ ધ કલોક સાફ-સફાઇ, ઇજારાથી મુકાયેલી મશનરી સતત કાર્યરત હોય અને તેનો મહતમ લાભ લેવા, પાર્કિગમાં ડેજીસ્ટેશન સાથેની વ્યવસ્થા, દર્દીઓ અને તેની સાથે આવતા સબંધીઓ માટે યોગ્ય વ્યવસ્થા, એઆરટીના દર્દીઓની સંખ્યા વધુ હોય એડીશનલ સેડ બનાવી વ્યવસ્થા ઉભી કરાઇ, કેન્ટીનમાં હાઇજેનીક ફુડ અને ચોખ્ખાઇ, પ્રાઇવેટ હોસ્પિટલોની જેમ રોજે રોજ લોન્ડ્રી સેવા, ભંગારનો નિકાલ, વહીવટી સ્ટાફને યોગ્ય રીતે કામની ફાળવણી અને અલગ બિલ્ડીંગના બદલે હોસ્પિટલના જ દરેક ફલોર પર તેની ઓફિસ વ્યવસ્થા વગેરે ઉભી કરાઇ હોવાની માહીતી આપી હતી તેમજ આગામી દિવસોમાં સ્મીમેર વધુમાં વધુ સુવિધાયુકત બને તે માટે એકશન પ્લાન બનાવવાનું ચાલુ હોવાનું જણાવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલ ખાતે ખાસ સાફ-સફાઇના ઝુંબેશના ભાગરૂપે અંદાજીત કુલ ૩,૦૦,૦૦૦ નાગરિકોનું ચેકિંગ કરી, અંદાજીત કુલ ૪૦ કિ.ગ્રા. જેટલો બીડી, સીગારેટ, પાન-મસાલા અને ગુટખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર જે.એન.વાઘેલાએ સ્મીમેરનો હવાલો સંભાળ્યા બાદ સ્મીમેર હોસ્પિટલમાં જુદા-જુદા વિભાગોની મુલાકાત દરમ્યાન નિયમિત ધોરણે સાફ સફાઇ થતી ન હોય તેમજ જયાં સાફ સફાઇ થતી હોય ત્યાં પાનની પીચકારી, પાન મસાલાના પડીકાનો કચરો જોવા મળતા, ખાસ સાફ-સફાઇ ઝુંબેશના ભાગરૂપે હોસ્પિટલના તમામ મુખ્ય ગેઇટ પર માર્શલ અને સિક્યુરીટી ગાર્ડ મારફત અંદાજીત કુલ ૩,૦૦,૦૦૦ નાગરિકોનું ચેકિંગ હાથ ધરાવ્યું હતું. આ રેગ્યુલર ચેકિંગ દરમ્યાન અંદાજીત કુલ ૪૦ કિ.ગ્રા. જેટલો બીડી, સીગારેટ, પાન મસાલા અને ગુટખાનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને જેનો નાશ કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં પણ આ પ્રમાણેની ક્લિનીનેશ ડ્રાઇવ ચાલુ રહેશે. સ્મીમેર હોસ્પિટલની દરરોજની ૧૦,૦૦૦ થી ૧પ,૦૦૦ વ્યકિતઓની અવર જવરને ઘ્યાને રાખી નિયમિત અને રોજીંદી સાફ સફાઇ જળવાઇ રહે તે માટે પણ દર્દીઓ અને તેઓના સગા-સંબંધીઓને ખાસ સફાઇ અને સ્વચ્છતા રાખવા અનુરોધ પણ કર્યો છે.

મનપા કમિશનરે જણાવ્યું હતુ કે, ઘણી બધી બિમારીઓ તેમજ મેજર ઓપરેશનો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ મારફતે મફત સારવાર મળી શકે છે. આ કાર્ડ માટે જે યોગ્યતા ધરાવતા હોય તેને સ્મીમેર હોસ્પિટલમાં જરૂરી પુરાવા મેળવી તત્કાલ કાર્ડ મળી શકે તેવી વ્યવસ્થા એક માસમાં ગોઠવાશે. તેથી સ્મીમેરમાં થતા ઓપરેશનનો ચાર્જ સીધો આ યોજનામાંથી વસુલ થઇ જશે. મનપાનું આર્થિક ભારણ ઘટશે અને દર્દીઓને પણ સુવિધા મળશે.

Most Popular

To Top