Sports

ટી- 20માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારતની હાર, સુંદરની તોફાની ઇનિંગ્સ ગઈ બેકાર

નવી દિલ્હી : ટોસ જીતીને ભારતે (India) આજે બોલીગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ટી-20 (First T20) શુક્રવારે રાચીમાં રમાઈ હતી.જોકે 177 રનોનો ટાર્ગેટ ચેઝ કરવા માટે ઉતરેલી ભારતની ટીમે 20 ઓવરમાં કુલ 155 રન જ કરી શકી હતી અને આ સાથે પ્રથમ મેચ ભારત 21 રાનોથી હારી જતા ન્યુઝીલેનેડે (New Zealand) સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી.નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 155 રન જ કરી શકી હતી. ન્યૂઝીલેન્ડના બોલર્સે શાનદાર શરૂઆત કરી હતી. તેઓએ ટીમના ટૉપ-ઑર્ડરને આઉટ કર્યા હતા. એક તબક્કે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરે 3 વિકેટે 15 રન હતો. જોકે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ટીમની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. 

3 મેચની સિરીઝમાં કિવી ટીમ 1-0થી આગળ
ટીમ ઇન્ડિયાની વિકેટો ખુબ જ ઝડપી રીતે પડી ગઈ હતી.શરૂઆતના તબક્કે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 ઓવરે 3 વિકેટે 15 રન હતો. જોકે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ ટીમની બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે શાનદાર પાર્ટનરશિપ થઈ હતી. જોકે સૂર્યા 47 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ફરી વિકેટ પડવા લાગી હતી. અંતમાં વોશિંગ્ટન સુંદરે લડત આપતાં 50 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ મિચેલ સેન્ટનર માઇકલ બ્રેસવેલ અને લોકી ફર્ગ્યુસને 2-2 વિકેટ લીધી હતી. જ્યારે જેકોબ ડફી અને ઈશ સોઢીને 1-1 વિકેટ મળી હતી. 3 મેચની સિરીઝમાં કિવી ટીમ 1-0થી આગળ છે.

ન્યુઝીલેન્ડની જીતમાં સ્પિનરો ચમક્યા
કીવીના કેપ્ટન મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં માત્ર 11 રન આપીને 2 વિકેટ લીધી હતી. અને માઈકલ બ્રેસવેલે 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઈશ સોઢીએ 3 ઓવરમાં 30 રન આપ્યા, પરંતુ સૂર્યાની વિકેટે જ મેચનો પલટો ફેરવી દીધો. આ મેચમાં ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 19મી ઓવર સુધી લગભગ બધું બરાબર હતું. ન્યૂઝીલેન્ડનો સ્કોર માત્ર 149 રન હતો. આ પછી 20મી ઓવરમાં આવેલા અર્શદીપ સિંહે 27 રન આપ્યા અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 176 સુધી પહોંચ્યો. ડેરીલ મિશેલે 30 બોલમાં 59 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. ભારત માટે સ્પિનરોનું પણ સારું યોગદાન હતું. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. સાથે જ કુલદીપ યાદવ અને દીપક હુડ્ડાએ પણ સારી બોલિંગ કરી હતી.

ભારતીય સલામી બેટ્સમેનો રહ્યા તદ્દન ફ્લોપ
ઈશાન કિશન વનડેમાં બેવડી સદી ફટકાર્યા બાદથી સતત આઉટ ઓફ ફોર્મ છે. અહીં પણ તેણે ચાહકોને નિરાશ કર્યો હતા. ત્યાર બાદ ODI બાદ T20માં પોતાને સાબિત કરી શકનાર શુભમન ગિલ પણ નિષ્ફળ ગયો છે. નવોદિત ખેલાડી રાહુલ ત્રિપાઠી તેની ત્રીજી મેચમાં પ્રથમ બોલથી જ ઉશ્કેરાટમાં દેખાયો હતો પરંતુ તે કંઈ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયાની ત્રણ વિકેટ માત્ર 15 રનમાં જ પડી ગઈ હતી. આ પછી પંડ્યા અને સૂર્યાએ ચોથી વિકેટ માટે 68 રન જોડ્યા હતા. પહેલા રમતા ન્યુઝીલેન્ડે 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 9 વિકેટ ગુમાવીને 155 રન જ બનાવી શકી હતી.

Most Popular

To Top