Entertainment

હની સિંહને 24 કલાકની સુરક્ષા, ધમકી બાદ પરિવારમાં ડર!

મુંબઈ: સંગીત જગતના જાણીતા રેપર અને ગાયક હની સિંહને (Honey singh) જાનથી મારી નાખવાની ધમકી (Threat) મળી હતી. ત્યાર બાદ હની સિંહ અને તેમનો પરિવાર ડરી ગયો હતો. ગેંગસ્ટર (Gangster) ગોલ્ડી બ્રાર (Goldie Brar) તરફથી ધમકી મળ્યા બાદ ગાયકે દિલ્હી પોલીસ (Delhi Police) પાસે સુરક્ષા માંગી હતી. જેથી પશ્ચિમ જિલ્લાના નાયબ પોલીસ કમિશનર વિચિત્રા વિરે હની સિંહને 24 કલાક સુરક્ષા આપવાની પુષ્ટિ કરી છે. આધુનિક હથિયારોથી સાથે બે પોલીસકર્મીઓ 24 કલાક હની સિંહની સાથે જ રહેશે. જો તેઓ દિલ્હીની બહાર જશે તો પણ તેમની સુરક્ષામાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે હાલમાં ધમકીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

ગોલ્ડી બ્રારે હની સિંહ પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી
ગયા બુધવારે કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે હની સિંહ પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણીના પૈસા ન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ત્યાર બાદ હની સિંહે દિલ્હી પોલીસ હેડક્વાર્ટર જઈને પોલીસ કમિશનર સંજય અરોરાને આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસ કમિશનરના આદેશ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો ધમકીભર્યો વૉઇસ મેસેજ
મળતી માહિતી મુજબ હની સિંહના મેનેજર રોહિત ચાવડાએ બે ધમકીભર્યા ફોન ઉપાડ્યા હતા. જે બાદ તેણે ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે મેનેજરે કોલ ઉપાડ્યો નહીં, તો ગેંગસ્ટરે ધમકીભર્યો વૉઇસ મેસેજ મોકલ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસ અધિકારીઓને જાણવા મળ્યુ હતુ કે પાછળથી બોલનાર વ્યક્તિ ગોલ્ડી બ્રાર છે. આમ છતાં દિલ્હી પોલીસે ગોલ્ડી બ્રારના અવાજના નમૂના મેચિંગ માટે મોકલ્યા છે. દિલ્હી પોલીસે ધમકીને લઈને સીબીઆઈ અને ઈન્ટરપોલની મદદથી વિદેશી એજન્સીઓનો પણ સંપર્ક કર્યો છે.

ધમકી બાદ પરિવાર ડરી ગયો છે
હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ તેઓ અને તેમનો પરિવાર ડરી ગયો છે. સિંગરે કહ્યું કે મારી સાથે જીવનમાં આવું પહેલીવાર બન્યું છે. હુ ડરેલો છુ મારો આખો પરિવાર ડરી ગયો છે. હું માત્ર મૃત્યુથી ડરું છું. મુક્તસર સાહિબના રહેવાસી ગોલ્ડી બ્રાર ઉર્ફે સતવિંદરજીત સિંહનો જન્મ 1994માં થયો હતો. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નજીકનો સાથી હોવાનું માનવામાં આવે છે. જે હાલમાં કેનેડાથી આખી ગેંગ ચલાવી રહ્યો છે.

બ્રાર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી સહિતના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ગોલ્ડી બ્રાર ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં પણ મુખ્ય આરોપી છે. આ પહેલા તેણે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Most Popular

To Top