Charchapatra

હોળી આઈ રે…

આપણા ભારત દેશમાં દિવાળી પછી મહાપર્વ હોળી ધૂળેટી છે.  આ તહેવારને શાનદાર રીતે ઉજવે છે. વિશેષ ઉત્તર ભારતના લોકો પરિવારજનો સાથે ખાણી-પીણી ને ભાંગના નશા સાથે રંગેચંગે કરે છે. રંગોના આ તહેવારની વિવિધ રંગોની પિચકારી અને એકબીજા પર ગુલાબ લગાડી એની ઉમંગ ઉત્સાહ સાથે મજા લૂંટે છે. એક જમાનામાં હિન્દી ફિલ્મના ‘શોમેન’ રાજકપૂરની આર.કે. સ્ટુડિયોની હોળી ધૂળેટી યાદગાર બની ગઈ હતી. હિન્દી ફિલ્મમાં હોળી પર આજદિન સુધીમાં જેટલા ગીતો રચાયા છે. એટલા ગીતો બીજા કોઈ તહેવાર પર બન્યા નથી. એક કર્ણપ્રિય યાદગાર કેટલાંક ગીતોની યાદી પ્રસ્તુત છે. (1) હોળી આધારે કન્હાઈ (મધર ઈન્ડિયા) (2) હોળી ખેલત નંદલાલ (ગોદાન) (3) રંગ લો જી રંગ લો તન રંગ લો (કોહિનૂર) (4) પિયા તો સે નૈના લાગે રે એનો એક અંતરો: આઈ હોળી આઈ (ગાઈડ) (5) આજના છોડેંગે ખેંલેગે હમ હોળી (કટી પતંગ) (6) રંગ બરસે ચૂનરવાલી રંગ બરસે (સિલસિલા) હોળી ધૂળેટી પર આ બધા ગીતો આપણી આસપાસ ગુંજે છે. જરા ધ્યાનથી સાંભળજો, મન પ્રસન્ન થઈ જશે.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ત્રાસરૂપ તંત્ર
(1) મોબાઇલ ઉપાડો એટલે તરત દિલ્હીના ગૃહમંત્રાલયવાળી ટેપ વાગવા માંડે છે. ફરજિયાત સાંભળવી પડે છે. કહે છે તમને કોઇનો ફોન આવે, સાયબર અપરાધી હોય શકે છે. ભાઇ અપરાધી કોણ છે એ તો અમે 2002થી જાણીએ છીએ. (2) ભાઈ તમને અરજીઓ લખતા હતા તે તો બંધ કરાવી દીધું. હવે જનતા કોઇ સરકારી માણસ વિરુદ્ધ ફરિયાદ કરવા માંગતી જ નથી. ફરિયાદ કરીએ તો પરિણામ શું આવે? ફરિયાદી ઉલ્ટો દંડાય છે. ભ્રષ્ટાચાર વધ્યો છે એ કારણે વધ્યો છે. (3) અમને ખબર છે અમદાવાદમાં હરિચંદ્ર સિંહ પોલીસ કમિશનર હતા, તેમને મળવા જનતા મોડી સાંજ સુધી લાઇન લગાવીને ઊભી રહેતી. કાવસ દારૂવાળા, ડે. સુપ્રી. હતા. ગોપીપુરામાં રહેતા તેમને મળવા સવારના પાંચ-સાત લોકો ઊભા જ હોય. નેતાઓની વાત જાણો. ગોરધનદાસ ચોખાવાલા મેયરને મળવા લોકો તેમને ઘરે થોક બંધ જતા. કારણ તેમના પર લોકોને વિશ્વાસ હતો. આજે ઊંચા અમલદારોની ચેમ્બરની બહાર રાખેલી મુલાકાતીઓનું રજીસ્ટર તપાસો ફેર સમજાઇ જશે. નેતાઓના તો મોં જોવા ગમતા નથી.
સુરત     – ભરત પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top