Vadodara

શિયાળાની વહેલી વિદાયના અણસાર છેલ્લા બે દિવસથી ગરમીમાં વધારો

વડોદરા : સામાન્ય રીતે હોળી બાદ ઠંડી ઓછી થતી હોય છે પરંતુ આ વર્ષે હોળી તો ઠીક પણ શિવરાત્રી પહેલા જ ગરમી ના પગરણ શરૂ થઇ ગયા છે. પરંતુ હવે બેવડી ઋતુ નો અનુભવ થતો જોવા મળશે. જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી નો નગરજનોને અહેસાસ થશે તેમ હવામાન ના જાણકારો નું કહેવું છે. વડોદરા સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જવા લાગ્યો છે. વડોદરા માં ઠંડીમાંથી રાહત મળતા હવે ગરમીનો પારો ઊંચકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર પૂર્ણ થતા રાજ્યમાં ઠંડી ઘટતી જોવા મળી રહી છે. સાથે સાથે વડોદરા સહિત ના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો ઉંચકાયોછે. જ્યાં બીજી તરફ ગુજરાતમાં ઠંડીને લઈ હવામાન વિભાગે ફરી આગાહી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

વડોદરા શહેર સહિત રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે. જેથી લોકો પંખા અને એસી ચાલુ કરવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગ અનુસાર, ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે. જ્યારે માર્ચ મહિનાથી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરુ થશે.
જો તાપમાનની વાત કરીએ તો વડોદરા મા 12.50 અને અમદાવાદમાં 13.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગાહી મુજબ ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વડોદરા સહિત અનેક જિલ્લામાં વર્તાશે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાશે.

Most Popular

To Top