Vadodara

‘માંડવી બસ સ્ટેન્ડની જગ્યામાં કોઈ પાર્કિંગ ન કરે એટલે બેરીકેટ લગાવી છે’ : ઉચ્ચ પોલીસ અિધકારીનો તર્ક!!

વડોદરા : વડોદરા શહેરમાં દબાણો નવી વાત નથી પ્રજાને તેમજ વાહન ચાલકોને ભારે નડતર રૂપ માંડવી પાસે કંટ્રોલ કેબીન સામે જાહેર રોડ પર અડઘો અડઘ રોડ પર બેરીકેટ ગોઠવી દેવાતા છેલ્લા કેટલાક દિવસોથી પ્રજા હેરાન પરેશાન થઇ જવા પામી છે. જયારે સિટી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીને આ બાબતે પૂછતાં તેમણે એવો તર્ક આપ્યો હતો કે માંડવી નીચે આવેલ મેલડી માતા ના દર્શને આવતા ભાવિકો અહીંયા વાહનો પાર્કિંગ કરે છે.

પરંતુ આ પોલીસ બાબુ ને જાણ હશે કે માત્ર રવિવારે વહેલી સવારે 4 વાગ્યાં થી 8 વાગ્યાં સુધી ભક્તો ની સામાન્ય ભીડ જોવા મળે છે. બાકી ના દિવસો મા રડ્યા ખડ્યા ભક્તો દર્શને આવતા હોય છે. માટે આ જગ્યા ઉપર બેરીકટેક બિન જરુરી છે. અને બેરીકેટ વાળી જગ્યા બસસ્ટોપ ની હોવાથી આ જગ્યા ને કાયમી કે દિવસ ભર કોર્ડન કરાવી ગેરકાયદેસર હોવાથી તાત્કાલિક આ બેરીકેટ હટાવવી જરૂર છે જેથી પોલીસ નો તર્ક બિલકુલ પાયા વિહોણા છે તેમ વડોદરા ના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું. જો આ બેરીકેટ નહીં હટાવવા મા આવે તો વડોદરા મ્યુ. કમિશનર, પોલીસ કમિશનર તેમજ રાજ્ય ના પોલીસ વડાને પુરાવા સાથે આગામી દિવસો મા રજૂઆત કરાશે.

આ બેરીકેટ ના કારણે રીક્ષા ચાલકો રોડ રોકી ને ઉભા રહેતા હોવાથી પ્રજા ને ચેક ટ્રાફિક થી ઘમઘમતા રોડ વચ્ચે ઉભું રહેવા મજબુર થવું પડૅ છે બેરીકેટ ના કારણે સૌથી વધુ હેરાન સિનિયર સીટીજનો અને બાળકો લઇ ને બસ ની રાહ જોતી મહિલાઓ ને રોડ વચ્ચે જ ઉભું રહેવું પડૅ છે કારણ કે બસસ્ટેન્ડ મા બાંકડા આગળ તો બેરીકેટ લગાવી દેવાયા છે. બેરીકેટ હટાવ્યા બાદ ફરજીયાત બસ બસસેન્ડ સુધી ફરજીયાત આવે તેવું નક્કર આયોજન પાલિકા એ કરવું જોઈએ અને લાગતા વળગતા સત્તાવાળા ઓએ નો પાર્કિંગ જોન ના મોટા બોર્ડ લગાવે તો વડોદરા ના જાગૃત નાગરિક પોતાના વાહનો આ જગ્યા પર પાર્કિંગ નહીં કરે તે નક્કી છે. પરંતુ પ્રજા ને અડચણ રૂપ દબાણ હટાવવા ની જવાબદારી પાલિકા ની છે. પાલિકા ની ટીમો મોટા મોટા ચમરબંધી ના દબાણો તોડે છે તો પછી આ બેરીકેટ કેમ નથી હટાવતું કે પછી જાણી જોઈ ને પ્રજા ને હેરાન પરેશાન કરવાનું આ કાવતરું છે.

મેલડી માતાના દર્શને આવતા ભાવિકોને રવિવારે પાલિકા વહેલી સવારે ભાવિકોની સુવિધા માટે માત્ર બે કલાક પાર્કિંગ કરવા દેવામાં આવે તો પોલીસને શું વાંધો છે. ટ્રાફિક વિભાગે આ ધાર્મિક પોઇન્ટ પર કાયમી ટ્રાફિક પોલીસ મુકવાની જરૂર છે. ભક્તોને પોતાના વાહનો ક્યાં પાર્ક કરવા તેની મુંઝવણ હોય છે આ દર્શનાર્થી આખો દિવસ તો અહીંયા રહેવાના નથી. રવિવારે આ બેરીકેટ જોઈ ને હજારો ભાવિકોની લાગણીને ઠેસ પહોંચતી હોય છે. ખરેખર પોલીસ પ્રજાની સેવા માટે હોય છે. પરંતુ બાહોશ અને હોશિયાર ગણાતા ઉચ્ચ પોલીસ બાબુઓ આ સમસ્યાનું નિરાકરણ કેમ લાવતા નથી તે સૌથી મોટો સવાલ છે.

Most Popular

To Top