Sports

શું વિરાટ કોહલીને બીજી ટેસ્ટ મેચમાં ડ્રોપ કરવામાં આવ્યો છે? સોશિયલ મીડિયા પર ફેન્સના સવાલ

નવી દિલ્હી: સોમવારે 3જી જાન્યુઆરીના રોજથી સાઉથ આફ્રિકામાં (South Africa) શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં (Second Test match) કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) રમી રહ્યો નથી. ટોસ પહેલાં જ એ જાહેર કરાયું કે કોહલી મેચમાં રમવાનો નથી. ટોસ ઉછાળવા માટે વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ (K.L. Rahul) આવ્યો હતો, જેથી ફેન્સના મનમાં અનેક સવાલો ઉભા થયા હતા. વિરાટ કોહલી અનફીટ (Unfit) છે કે તેને ડ્રોપ (Drop) કરવામાં આવ્યો છે, તેવા સવાલોનો મારો સોશિયલ મીડિયા (Social media) પર કરવામાં આવી રહ્યો છે.

ભારત (India) અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વાંડરર્સમાં (Wanderers) બીજી ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ છે. આ મેચમાં વિરાટ કોહલી નથી રમી રહ્યો. ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે આ સમાચાર ચોંકાવનારા હતા. કારણ કે કેએલ રાહુલ ટોસ માટે મેદાનમાં આવ્યો ત્યારે સૌ કોઈ તેને જોઈ ચોંકી ઉઠ્યા હતા. વિરાટ કોહલી ટીમમાંથી બહાર થઈ જતા ટ્વીટર (Twitter) પર લોકોએ સવાલ (Question) ઉભા કર્યા હતા.

ખરેખર કેએલ રાહુલે ટોસ વખતે કહ્યું કે, વિરાટ કોહલીની પીઠમાં (Back) થોડી સમસ્યા છે. તેથી તે બીજી ટેસ્ટ મેચ રમી રહ્યો નથી. આશા છે કે ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં તે ફીટ થઈ જશે. જોકે, ફેન્સને આ કારણ પસંદ પડ્યું નથી. સોશિયલ મીડિયા પર ફેન્સ પોતપોતાની રીતે તર્ક લગાવી રહ્યાં છે અને અનેક સવાલો કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર કેટલીક કોમેન્ટ તો એવી આવી છે કે વિરાટ કોહલીને બીજી ટેસ્ટ મેચમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો છે. કારણ કે કોહલી ફોર્મમાં નથી. વિરાટ કોહલીની બેટમાંથી લાંબા સમયથી મોટો સ્કોર નીકળ્યો નથી. તેથી તેને ડ્રોપ કરાયો છે. કેટલાંક સોશિયલ મીડિયા યુઝર્સે વિરાટ કોહલીના પાછલા દિવસોના ટ્રેનિંગ સેશનના ફોટા પોસ્ટ (Post) કરવા સાથે સવાલ કરી રહ્યાં છે કે અચાનક શું થઈ ગયું? શું તે અનફીટ છે, કે પછી કોઈ બીજી વાત છે? કેટલાંક યુઝર્સે વિરાટ કોહલી ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી છે.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી માટે આ ટેસ્ટ મેચ ખૂબ જ મહત્ત્વની હતી. કારણ કે આ તેના કેરિયરની (Carrier) 99મી મેચ હતી. સિરીઝની છેલ્લી ટેસ્ટ તેના કેરિયરની 100મી મેચ બનતે, પરંતુ હવે બીજી ટુર સુધી રાહ જોવી પડશે. વિરાટ કોહલી માત્ર 100મી ટેસ્ટ મેચની જ નહીં પરંતુ 71મી સદીની પણ રાહ જોઈ રહ્યો છે. 2019 બાદ તેની બેટમાંથી એક પણ સદી (Century) નીકળી નથી.

ભારતની ખરાબ શરૂઆત

વિરાટ કોહલી વિના ભારતીય ટીમ નબળી પડી ગઈ હોય તેમ ખૂબ જ ખરાબ શરૂઆત કરી છે. 53 રન પર 3 વિકેટ પડી ગઈ છે. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી છે. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે માટે હવે તેમનું ટેસ્ટ કેરિયર બચાવવાની નોબત આવી ગઈ છે.

Most Popular

To Top