Gujarat Main

હું મોગલ માતાનો ભક્ત છું, ક્યારેય દારૂ પીધો નથી, ગુજરાતના સુપર સીએમના ઈશારે મને ફસાવ્યો છે: ઈસુદાન ગઢવીના આક્ષેપ

અમદાવાદ : આપના (AAP) નેતા ઈસુદાન ગઢવીના (Ishudan Gadhvi) દારૂ પીવા અને ભાજપની (BJP) મહિલા કાર્યકરની છેડતીના વિવાદમાં હવે ઈસુદાને પત્રકાર પરિષદ યોજીને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (C.R.Patil) પર આક્ષેપો કર્યા છે. મોગલ અને સોનલ માતાના કસમ ખાઈને ઈસુદાન ગઢવીએ કહ્યું કે, મેં જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી. ગુજરાતના સુપર સીએમ (સીઆર પાટીલ)ના ઈશારે મને ફસાવાયો છે. સીઆરે મારા રિપોર્ટ બદલાવી દીધા છે. હું ખુલ્લી ચેલેન્જ ફેંકું છું કે જ્યાં ભાજપની સરકાર નહીં હોય ત્યાં મારા બ્લડ ટેસ્ટ કરાવો.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે બ્રેથ એનેલાઈઝરમાં રિપોર્ટ (Report in Breath Analyzer) નેગેટિવ આવ્યો હતો. મને પકડ્યો ત્યારે પણ કોઈ ગંધ આવતી ન હતી. હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છે મેં ક્યારેય દારૂ નથી પીધો. ભાજપના કાર્યકારોએ મારી પર હુમલો કર્યો હતો. ભાજપની મહિલા કાર્યકર 20 ફૂટ દૂર હતી છતાં છેડતીનો ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે સુપર સીએમ સીઆર પાટીલે મારો રિપોર્ટ બદલાવ્યો હોઈ શકે છે. રિપોર્ટ પર શંકા કરતા તેમણે કહ્યું કે મારો લાઈ ડિટેક્ટ ટેસ્ટ કરાવામાં આવે.

મોગલ અને સોનલ માના સોગંદ ખાઈને કહું છું મેં દારૂ નથી પીધો

ઈસુદાને કહ્યું કે હું મોગલ અને સોનલ માને માનું છું અને સોગંદ ખાઈને કહું છું કે હું દારૂ પીતો નથી. બ્રેન મેપિંગ ટેસ્ટ (Brain mapping test) કરાવાય. જ્યાં ભાજપની સરકાર ન હોય ત્યાં મારો ટેસ્ટ કરાવો. લાઈ ડિટેક્ટર ટેસ્ટ (Lie detector test) સાથે વીડિયો રેકોર્ડિંગ પણ કરો. તેમણે કહ્યું કે મારો બ્લડ રિપોર્ટ માટે બ્લડ લેવામાં આવ્યો હતો. એ બ્લડ સાચવી રાખવામાં આવે. પ્રજા માટે લડવું શું કઈ ગુનો છે? છેડતી અને દારૂનો આક્ષેપ કર્યો છે તો હવે ડ્રગ્સનો પણ આરોપ મૂકશો? ઈસુદાને કહ્યું હતું કે મેં પ્રાઇવેટ લેબમાં 3 દિવસે ટેસ્ટ માટે કહ્યું હતું પણ તેઓ મને સિવલ હોસ્પિટલમાં લઇ ગયા હતા, ત્યાં ચેકઅપ કર્યું અને વાસ આવતી હતી કે નહી તે પણ ચેક કર્યું. ત્યાર બાદ પોલીસે લોકઅપમાં બ્રેથ એનેલાઇઝરથી ચેક કર્યું હતું, જે રિપોર્ટ નેગિટિવ આવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે નિમ્ન કક્ષીના રાજનીતિ કરી છે. મને લાગે છે મારા રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે.

Most Popular

To Top