સુરતમાં 2 સહિત રાજ્યમાં વધુ 16 પોઝિટિવ

રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા જ્યારે પાટણ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા.સુરતમાં 45 વર્ષીય ન્યૂ રાંદેર ગોરાટ રોડના યાસ્મીન અબ્દુલવહાબ કાપડિયા તેમજ એહસાન રશીદખાન 52 વર્ષીય પુરુષ અમીન રેસીડેન્સી, ન્યૂ રાંદેર રોડ મળી 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તે પૈકી છની રાજસ્થાનની હિસ્ટ્રી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 144 કેસ નોંધાયા છે જે પૈકી 2 વેન્ટિલેટર પર છે અને 110 સ્ટેબલ છે, 21ને રજા આપી દેવાઇ છે જ્યારે 11 દર્દીઓનાં મોત થઇ ચૂક્યાં છે.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્ય ના પોલીસ કર્મીઓ ના કોવિડ 19 પરની ફરજ દરમ્યાન કોરોના ને કારણે અવસાન થાય તો 25 લાખ ની સહાય ની જાહેરાત કરી હતી. પરંતુ ગઇકાલે મુખ્ય મંત્રીએ જાહેર કર્યું હતુ કે રાજ્યની નગર પાલિકાઓ મહા નગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓ નું આ કોરોના વાયરસ નો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને 25 લાખ ની સહાય રાજ્ય સરકાર આપશે.વધુમાં વિજય રૂપાણી એ એમ પણ જાહેર હતું કે, આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસ ની બીમારી થી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ 25 લાખની સહાય અપાશે. હાલ ની લોક ડાઉન ની સ્થિતીમાં અનાજ સહિત ની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણ ની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકો નું મૃત્યુ કોરોના વાયરસ ના સંક્રમણ થી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના નિર્ણયો કરાયા છે.

Related Posts