Surat Main

સુરતમાં કોરોનાના પાંચ નવા શંકાસ્પદ કેસ

અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલનપુર જકાતનાકાના 49 વર્ષીય પુરૂષ છે તેમની કેરેલાની હિસ્ટ્રી છે અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેગમપુરાના 81 વર્ષીય વૃદ્ધા છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને સુરત જનરલ હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે. નવાગામ ડિંડોલીનું એક વર્ષનુ બાળક છે તેને પથિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સુરતમાં અત્યાર સુધીમાં 205 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે તેમાં 15 કેસ પોઝિટિવ છે. 188 નેગેટિવ છે અને 2 કેસ પેન્ડિંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં પાલ પાલનપોર વિસ્તારમાં નક્ષત્ર પ્લેટિનમમાં રહેતી એક મહિલાનું કોરોનાને કારણે મોત થઇ ગયું હતુ અને હવે જે પણ કેસ નોંધાઇ રહ્યાં છે તે લોકલ ટ્રાન્સમિશનના હોવાથી સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર વધુ એલર્ટ થઇ ગયું છે. જ્યાં પણ પોઝિટિવ દર્દીઓ મળે છે તે સમગ્ર વિસ્તારને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે છે અને જે પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવેલા હોય છે તેને પણ ક્વોન્ટાઇન કરી તેમના સેમ્પલ રિપોર્ટ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top