Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો જ 2017નો રેકોર્ડ 2022માં તોડ્યો, જાણો કેટલી લીડથી જીત્યા

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Elections) પરિણામ (Result) આવી ગયાં છે. ભાજપે (BJP) આ વખતે તમામ રેકોર્ડ બ્રેક કરી નાંખ્યાં છે. કોંગ્રેસ (Congress) હતી એના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિમાં આવી ગઈ છે. આ ચૂંટણીના પરિણામો જોતા હવે સ્પષ્ટ થઇ ગયું છે કે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી (AAP) પાર્ટીના ગાજ્યા મેઘ વરસ્યા નથી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે પોતાનો જ રેકોર્ડ તોડી નાંખ્યો છે. તેમણે આ વખતે કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને હરાવ્યાં છે. અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે. જ્યારે આમ આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ 191360ની લીડથી વિજેતા બન્યાં છે.

  • ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરેલી આમ આદમી (AAP) પાર્ટીના ગાજ્યા મેઘ વરસ્યા નથી
  • અમીબેનને માત્ર 21120 મત મળ્યાં છે
  • આદમી પાર્ટીને ઘાટલોડિયા બેઠક પર 15902 મત મળ્યાં

કોંગ્રેસના અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં
વર્ષ 2017ની ચૂંટણી ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતાપદ હેઠળ લડી હતી. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલને ટીકિટ આપવામાં આવી હતી. જ્યાંથી તેમણે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને હરાવ્યા હતાં. તે વખતે ભૂપેન્દ્ર પટેલ 117750ની લીડથી ચૂંટણી જીત્યા હતાં. આ રેકોર્ડ તેમણે આ વખતે તોડ્યો છે અને 73 હજાર મત વધુ મેળવ્યાં છે. તેમની સામે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકને માત્ર 21 હજાર જ મત મળ્યાં છે.

ઘાટલોડિયા બેઠક પર 2017માં પ્રથમ વખત ચૂંટણી લડી
ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર આનંદીબેન પટેલ 2012માં જીત્યાં હતાં. આ બેઠકે ભાજપને બે મુખ્યમંત્રી આપ્યાં છે. ભાજપે અચાનક જ 2021ના ઓગસ્ટમાં વિજય રૂપાણી સરકારને બદલી નાંખી હતી. આ સમયે ભાજપમાં જોરદાર ચહલપહલ જોવા મળી હતી. નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું હતું. તેમણે શપથ લઈને મુખ્યમંત્રી તરીકે ફરજ અદા કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તક લડાયેલી આ પ્રથમ ચૂંટણી હતી અને તેમાં ભાજપે જોરદાર પ્રચંડ વિજય પ્રાપ્ત કર્યો છે. 

આટલી લીડથી સંદીપ દેસાઈ આગળ રહ્યા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરત જિલ્લાની ચોર્યાસી વિધાનસભા બેઠક-168 પર મતગણતરી ચાલી રહી છે. જેમાં ભાજપના સંદિપ દેસાઇની જીત થઈ છે. તેમણે 2,34,177 વોટ મેળવ્યા છે. તો, કોંગ્રેસના કાંતિ પટેલને 25,715 મત મળ્યા છે તો આંદ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાકટરને 49,113 મત મળ્યા છે. આ બેઠક પર કુલ મતદારો 565111 છે. જેમાં પુરૂષ મતદારો 320630 અને સ્ત્રી મતદારો 244454 છે. જેમાં 56.86 ટકા મતદાન થયું છે. આ બેઠક પર ભાજપે સંદિપ દેસાઇને ટિકિટ આપી છે. તો, કોંગ્રેસ તરફથી કાંતિલાલ પટેલને અને આમ આદમી પાર્ટી તરફથી પ્રકાશ કોન્ટ્રાકટરને ટિકિટ આપવામાં આવી છે.અને આ સાથે જ સંદીપ દેસાઈ 1,85,759 મતોની લીડથી સરસાઈ કરી જીત મેળવી હતી..

Most Popular

To Top