Vadodara

ગોત્રી ઓસીયા મોલ પાસેથી ગેસ રીફીલીંગ કરતી ત્રીપુટી ઝડપાઈ

વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારના ઓસીયા મોલ પાસથી ગોત્રી પોલીસ દ્વારા રાંધણ ગેસના બોટલોમાંથી રીફીલીંગ કરતી ત્રીપુટીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ દ્વારા 25 નંગ ગેસના બોટલો સહિત મળી કુલ રૂ.2.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ, ગોત્રી પોલીસને બાતમી મળી હતી કે, ગોત્રી રોડ ઓસીયા મોલની પાછળ સોમનાથ ડુપ્લેક્ષ પાસે રોડ ઉપર એક થ્રિ-વ્હિલર ટેમ્પોમાં ઘરેલુ ગેસના બોટલોમાંથી ખાલી ગેસના બોટલોમાં પાઈપ જોઈન્ટ કરી કોઈ સાધન વડે ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરી ગેસની ચોરી કરી રહ્યા છે. જેના આધારે ગોત્રી પોલીસે બાતમી મુજબના સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. અને સ્થળ ઉપરથી 3 જણા ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા ઝડપાઈ ગયા હતા.

આ ગેસના બોટલો લક્ષ્મી ગેસ એજન્સીમાંથી લઈ ટેમ્પોમાં ભરી ગ્રાહકોને વિતરણ કરતા પહેલા આ પ્રવૃતિ ત્રીપુટી આચર્તી હતી. તથા ભરેલા ગેસના બોટલોમાથી ગેસની ચોરી કરી ફરી તેને રીપેકીંગ કરી દેતા હતા. આ સમગ્ર મામલે ગોત્રી પોલીસે સ્થળ ઉપરથી સચિન રાજેશભાઈ ઠાકોર(રહે, માધવચોક સોસાયટી, આજવા રોડ), અર્જુન કુલસિંગભાઈ ઝાલા(રહે, હુશેની ચોક, આજવા રોડ)તથા નિકીનકુમાર પ્રફુલભાઈ બારીયા(રહે, કમલકુંજ સોસાયટી નિઝામપુરા)ને ઝડપી પાડી તેઓ વિરૂદ્ધ ગુના નોંધવામાં આવ્યા હતા. અને 25નંગ ગેસની બોટલો, ટેમ્પો વગેરે જેવુ મળી કુલ રૂ.2.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top