Charchapatra

ગેસ સિલિંડર દુર્ઘટના ટાળવા માટે નાગરિકોને તાલીમ આપવાનું આયોજન

ગેસ સિલિંડરમાંથી થતું ગેસ ગળતર અને આગ જેવી દુર્ઘટનાઓમાં કેટલીક વાર જાનહાનિ પણ સર્જાતી હોય છે. મુંબઇમાં આગની દુર્ઘટનાઓમાં છેલ્લા કેટલાક માસથી વધારો થતાં આવી દુર્ઘટનાઓ ટાળવા માટે અગ્નિશમન દળે મુંબઇગરાને તાલીમ આપવાનું નક્કી કર્યું છે. એચપીસીએલ અને બીપીસીએલના સહયોગથી ગેસ વિતરકોને પ્રશિક્ષણ આપવામાં આવશે. આ વિતરકો સિલિંડરનો ઉપયોગ કેવી રીતે કરવો? અને ગેસ ગળતર થાય તો શું કરવું? એની ટ્રેનિંગ પોતાના ગ્રાહકોને આપશે. મુંબઇમાં આગની દુર્ઘટનાઓ ટાળવા માટે નાગરિકોમાં જનજાગૃતિ કેળવાય તે અર્થે આવી ટ્રેનિંગનું આયોજન સ્તુત્ય અને આવકારદાયક છે. સાથોસાથ અન્ય શહેરો માટે અનુકરણીય પણ છે જ.
પાલનપુર                   – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top