Charchapatra

બુઝર્ગોકા હમસફર

ફેમિલી ફિઝિશ્યન્સ એસોસીએશન, સુરતના નેજા હેઠળના ‘બુઝુર્ગોકા હમસફર’ ૧૨૫ મા  અવસરની  ઉજવણી, પરોપકારી શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાળા ‘તારામોતી હોલ’, સર પી.ટી. સાયન્સ કોલેજ કેમ્પસ સુરતમાં  થઇ.  વયસ્ક ભાઇ-બહેનો પધાર્યાં હતાં.  આ  અવસર માટે એફ.એફ.એ. સંસ્થાઓના મુરબ્બીઓએ ‘વકતવ્ય’ની રસથાળ પિરસી હતી. ‘જીવનસંધ્યાનો ઉજાસ’ વિષય પર કાનજીભાઇએ અત્યંત પ્રભાવી, ઉપયોગી વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.   પદ્મશ્રી યઝદીભાઇ કરંજીયાએ પોતાની આગવી  શૈલીથી પોતાની નાટયયાત્રાનો દિલ ખુલાસ પરિચય આપ્યો. પોતાની ઓછી ઊંચાઇ , અભિનયપટુતા, વિનમ્ર સ્વભાવ તથા નાટયપ્રવૃત્તિથી મળેલ ધનનો સદુપયોગ લોકો માટે કરવાનો એમનો  સંકલ્પ જ એમને પદ્મશ્રી જેવું ઉચ્ચ બહુમાન સંપન્ન પદ મળ્યું છે. તે સુરતવાસીઓ માટે ગૌરવની વાત છે.
સુરત     – બાળકૃષ્ણ વડનેરે આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top