Dakshin Gujarat

ભડકોદ્રામાં કૂકરમાં દાગીના ચોખ્ખા કરી આપવાના બહાને મહિલા સાથે થઈ છેતરપિંડી

અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ભડકોદ્રા (Bhadkodra) ગામની સહજાનંદ સોસાયટીમાં રહેતી મહિલાને બે ભેજાબાજ ગઠિયા સોનું (Gold) ધોવાના બહાને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. મહિલા વિશ્વાસમાં આવી સોનાના દાગીના ઉતારી આપી ઠગબાજોને આપ્યાં હતા. જે બાદ તમામ દાગીના લઈ બે ભેજાબાજ ગઠિયા રફુચક્કર થઇ ગયા હતા. બંને શખ્સ અંગ્રેજી, હિન્દી અને તમિલ ભાષા બોલતા હતા. મહિલાએ બંને ભેજાબાજ વિરુદ્ધ જીઆઇડીસી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.

  • ગઠિયાઓએ કહ્યું કૂકરમાં હળદર નાખી ઘરેણાં મૂકી દો ને બે સીટી વગાડી લેવ
  • મહિલાએ રડતાં રડતાં કહ્યું કોઈનો વિશ્વાસ કરી તમારા દાગીના આપશો નહીં
  • મંગલસૂત્ર હું છેલ્લા 33 વર્ષથી પહેરતી હતી
  • બે ભેજાબાજ ગઠિયા સોનું ધોવાના બહાને સોનાના દાગીના લઈ રફુચક્કર

અંકલેશ્વરના ભડકોદ્રા ગામ પાસે આવેલા સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતાં પૂર્ણિમા અતુલ દવે પોતાના ઘરમાં એકલા હતા. એ દરમિયાન બે અજાણ્યા શખ્સ અપ ટુ ડેટ બનીને આવ્યા હતા, અને તેમના વાકચાતુર્યથી પ્રેરાઈને પૂર્ણિમાબેને તેમને આવકાર આપ્યો હતો. ભેજાબાજોની વાતચીતથી પૂર્ણિમાબેન સોનું ધોવડાવવા માટે તૈયાર થઇ ગયાં હતાં. ત્યાર ઠગએ મહિલાને કૂકર લાવવા કહ્યું હતું જે બાદ મહિલાએ પોતાના તમામ ઘરેણાં કાઢી બે ઠગને આપ્યા હતા. મહિલાએ વિશ્વાસમાં આવી જઈ સોનાની ચેઇન, બે સોનાના પાટલા અને મંગળસૂત્ર પણ કાઢી આપ્યાં હતાં. જે ઘરેણાં પર ઠગ દ્વારા લાલ રંગનું કેમિકલ લગાવવામાં આવ્યું હતું. અને કહેવામાં આવ્યું હતું કે કૂકરમાં થોડી હળદર નાખી બે સીટી વગાડી લેજો.

ઘરેણાં લઈ ભેજાબાજોએ આંખના પલકારામાં ફરાર થઇ ગયા
મહિલાએ ઠગ પર વિશ્વાસ કરી બધા ઘરેણાં કૂકરમાં મૂકી દીધા હતા. ત્યાર બાદ મહિલાએ જ્યારે કૂકક ખોલીને જોયું તો ઘરેણાં કૂકરમાંથી ગાયબ હતા. અને બંને ભેજાબાજો મોટર સાઈકલ પર બેસી રફુચક્કર થઈ ગયા હતા. ભેજાબાજોએ મહિલા પાસેથી 5 તોલા સોનું પડાવી ભાગી ગયા હતા.

પૂર્ણિમાબેનના જણાવ્યા મુજબ બંને શખ્સે સફેદ શર્ટ-ટાઈ તેમજ બ્લુ રંગનું પેન્ટ પહેર્યું હતું. તેમજ હિન્દી, અંગ્રેજી અને તમિલ ભાષા પણ બોલતા હોવાનું તેમણે વર્ણન કર્યું હતું. આ બનાવ સંદર્ભે પૂર્ણિમાબેને જીઆઇડીસી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જીઆઇડીસી પોલીસે ફરિયાદ દર્જ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top