Sports

67 વર્ષ બાદ પહેલીવાર મધ્યપ્રદેશે રણજી ટ્રોફી જીતી રચ્યો ઈતિહાસ, મુંબઈને આપ્યો પરાજય

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશની (Madhypradesh) ટીમે (Team) શાનદાર પ્રદર્શન કરીને રણજી ટ્રોફી (Ranji Trophy) 2021-22નો ખિતાબ જીત્યો (Win) છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં (Final Match) એમપીએ મુંબઈને (Mumbai) છ વિકેટે હરાવ્યું હતું. મધ્યપ્રદેશે પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા તે 1999માં ચંદ્રકાત પંડિતની કપ્તાનીમાં ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને કર્ણાટક દ્વારા 96 રને પરાજય મળ્યો હતો. એ જ ચંદ્રકાત પંડિત હાલમાં એમપીના મુખ્ય કોચ છે.

મુંબઈને 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો
પાંચમા દિવસના શરૂઆતના સત્રમાં જ મુંબઈએ તેની બાકીની આઠ વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે મુંબઈનો બીજો દાવ 269 રનમાં સમેટાઈ ગયો હતો. મુંબઈ તરફથી બીજી ઈનિંગમાં સુવેદ પારકરે 51 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે જ ટીમ માટે સરફરાઝે 45 અને કેપ્ટન પૃથ્વી શોએ 44 રન બનાવ્યા હતા.

એમપી માટે કુમાર કાર્તિકેયે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. એમપીએ 108 રનનો ટાર્ગેટ સરળતાથી મેળવી લીધો હતો. એમપી માટે હિમાંશુ મંત્રીએ બીજી ઇનિંગમાં સૌથી વધુ 37 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ શુભમ શર્મા અને રજત પાટીદારે 30-30 રનની ઇનિંગ રમી હતી.

મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દાવમાં 374 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરતા 134 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલે 78 અને પૃથ્વી શોએ 47 રનનું યોગદાન આપ્યું હતું. એમપી વતી ગૌરવ યાદવને ચાર અને અનુભવ અગ્રવાલને ત્રણ સફળતા મળી છે.

એમપીને 162 રનની લીડ મળી હતી
374 રનના જવાબમાં મધ્યપ્રદેશનો પ્રથમ દાવ 536 રનમાં સમેટાઈ ગયો હતો. રજત પાટીદાર, શુભમ શર્મા અને યશ દુબેએ આ શાનદાર પ્રદર્શનમાં શાનદાર યોગદાન આપ્યું હતું, જેમણે સદી ફટકારી હતી. રજત પાટીદારે 122 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં 20 ચોગ્ગા સામેલ હતા. બીજી તરફ યશ દુબેએ 133 અને શુભમ શર્માએ 116 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી શમ્સ મુલાનીએ સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી.

રણજી ટ્રોફીના છેલ્લા પાંચ વિજેતા:

  • 2021-22 મધ્ય પ્રદેશ
  • 2019-20 સૌરાષ્ટ્ર
  • 2018-19 વિદર્ભ
  • 2017-18 વિદર્ભ
  • 2016-17 ગુજરાત

મુંબઈ 41 વખત ચેમ્પિયન છે
87 વર્ષ જૂના રણજી ટ્રોફીના ઈતિહાસમાં મધ્યપ્રદેશની ટીમ માત્ર બીજી ફાઈનલ રમી રહી હતી. આ સાથે જ 41 વખતની ચેમ્પિયન મુંબઈની ટીમનો રેકોર્ડ 47મી ફાઈનલ મેચ હતો. સેમીફાઈનલ મેચમાં જ્યાં મધ્યપ્રદેશે બંગાળને 174 રનથી હરાવ્યું હતું. બીજી તરફ મુંબઈએ પ્રથમ દાવની લીડના આધારે ઉત્તર પ્રદેશ પર જીત મેળવી હતી.

Most Popular

To Top