Gujarat

કેન્દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે SOUની મુલાકાતે, પ્રોટોકોલ તોડી પ્રવાસીઓ સાથે જંગલ સફારીની સફર માણી

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની (Gujarat) મુલાકાતે આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર (Family) સાથે રવિવારે SOU(સ્ટેસ્યુ ઓફ યુનિટી) ખાતે જંગલ સફારીની (Jungle safari) સફર માણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે VVIP નો પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીઓની જેમ જ માણી હતી. અમુત શાહે પરિવાર સાથે સામાન્ય મુલાકાતીઓની જેમ જ મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘કેમ છો ભાઈ, કાકા, દાદા કહી’ લોકોનું અભિવાદન કર્યું હતું.

રિવવારે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે તેમના પરિવાર સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ VVIP નો પ્રોટોકોલ તોડી સામાન્ય મુલાકાતીઓ સાથે જંગલ સફારીની મુસાકાત લેતા નજરે પડ્યા હતા. આ સાથે તેમણે સામાન્ય જનતાનું પણ અભિવાદન કર્યું હતું. આ સાથે જ  પ્રવાસીઓએ પણ ભારત માતાની જયના બુંદલનારાથી મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ જંગલ સફારીના નિયામક ડૉ. રામરતન નાલા સહિતના અધિકારીઓ પણ અમિત શાહ સાથે જોવામાં મળ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે ડૉ.રામરતન નાલા પાસેથી વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગેની પણ જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૂછપરછ કરી હતી. અમિત શાહ અને તેમનો પરિવાર ઈન્ડિયન બર્ડ એવિયરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલી રોજગારી બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.

દેશના પ્રથમ-વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-2 તૈયાર
ગાંધીનગર: દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક (Fossil Park) રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું (Dinosaur Museum Phase-II) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે આજરોજ લોકાર્પણ કર્યું હતું. મહીસાગર જિલ્લાના બાલાસિનોરથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલા રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કમાં રૂા. ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની (History) જાણકારી મળી રહેશે.

ડાયનાસોર વિશે જાણવા ફોઝ-1 અને ફેઝ-2માં ઉપલબ્ધ સુવિધાઓ
રૈયોલી-બાલાસિનોર ખાતે તેયાર કરવામાં આવેલા મ્યુઝિયમ ફેઝ-૧માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલડાઉન કરેલા વિવિધ ૨૫ થી ૩૦ ડાયનાસોરના સ્ટેચ્યુ, ૩-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, ૩-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એક્ટિવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, ફાયર સેફટી સહિતની સેવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-રમાં દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિના અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો, પુરાતત્વવિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે આ મ્યુઝિયમમાં પ-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, ૩-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

Most Popular

To Top