Sports

ક્રિકેટ પછી હવે રમત પ્રેમીઓ પર છવાશે ફૂટબોલનો ફિવર

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાયેલા ટી-20 વર્લ્ડ કપ 2022નો ઉત્સાહ પૂરો થઈ ગયો છે અને હવે રમતપ્રેમીઓના માથે ફૂટબોલ (Football) ફિવર ચઢવાની તૈયારીમાં છે. કતારમાં 20 નવેમ્બરથી ફીફા વર્લ્ડ કપ 2022 શરૂ થઈ રહ્યો છે. લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી લઈને નેમાર સુધીના ફૂટબોલ દિગ્ગજો ટૂર્નામેન્ટમાં (Tournament) એકબીજા સાથે ટકરાતા જોવા મળશે.

  • ફિફા વર્લ્ડકપ 20મીથી શરૂ થયા પછી 3 ડિસેમ્બર દરમિયાન વિવિધ સ્ટેડિયમમાં ગ્રુપ સ્ટેજની મેટ રમાશે
  • લગભગ એક આખો મહિનો ક્રિકેટ વિશ્વ પર ફૂટબોલ ફિવર છવાયેલો રહેશે
  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડોથી લઈને નેમાર સુધીના ફૂટબોલ દિગ્ગજો ટૂર્નામેન્ટમાં એકબીજા સાથે ટકરાતા જોવા મળશે
  • કતારમાં 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન 8 સ્ટેડિયમમાં યોજાનારી 64 મેચોની 2.89 મિલિયન ટિકિટો વેચાઈ ગઇ

જો આયોજકોની વાત માનીએ તો કતારમાં આકરી ગરમી વચ્યે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર દરમિયાન 8 સ્ટેડિયમમાં યોજાનારી 64 મેચોની 2.89 મિલિયન ટિકિટો વેચાઈ ગઇ છે. કતાર, યુનાઇટેડ સ્ટેટ્સ, સાઉદી અરેબિયા, ઇંગ્લેન્ડ, મેક્સિકો, સંયુક્ત આરબ અમીરાત, આર્જેન્ટિના, ફ્રાન્સ, બ્રાઝિલ અને જર્મનીમાં સ્થિત ચાહકોમાં ટિકીટની સૌથી વધુ માગ જોવા મળી છે.

ફિફા વર્લ્ડકપ 20મીથી શરૂ થયા પછી 3 ડિસેમ્બર દરમિયાન વિવિધ સ્ટેડિયમમાં ગ્રુપ સ્ટેજની મેટ રમાશે. ગ્રુપ સ્ટેજની મેચો પુરી થયા પછી 3 ડિસેમ્બરથી જ રાઉન્ડ ઓફ 16ની મેચોની શરૂઆત થશે જે 7 ડિસેમ્બર સુધી ચાલશે અને ત્યાર પછી 9 ડિસેમ્બરથી ક્વાર્ટર ફાઇનલ રમાશે. 14 અને 15 ડિસેમ્બરે બે સેમીફાઇનલ રાત્રે 12.30 વાગ્યે અલ બયાત અને લુસેલ સ્ટેડિયમમાં રમાશે જ્યારે ત્રીજા સ્થાન માટેની મેચ 17 ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યે ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે અને ફિફા વર્લ્ડકપની ફાઇનલ 18 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે લુસેલ સ્ટેડિયમમાં રમાશે. અર્થાત લગભગ એક આખો મહિનો ક્રિકેટ વિશ્વ પર ફૂટબોલ ફિવર છવાયેલો રહેશે.

Most Popular

To Top