World

ચીનમાં 200 મીટર ઉંચી બિલ્ડીંગમાં આગ, ભયાનક વિડીયો આવ્યો સામે

ચીન: ચીનમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. મધ્ય ચીનના શહેર ચાંગશામાં લગભગ 200 મીટર એટલે કે 656 ફૂટ ઉંચી બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી હતી. જ્યાં આગ લાગી હતી, તે સરકારી માલિકીની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઇના ટેલિકોમનું કાર્યાલય હતું. આ બિલ્ડીંગ 42 માળની છે. આગની ઘટનાની જાણ થતા જ અગ્નિશામકો દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરુ કર્યા હતા.

36 ફાયર ટ્રક અને 280 ફાયર ફાયટરોએ આગ કાબુમાં લીધી
આ આગનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે. જેણે તમામના રૂંવાટા ઉભા કરી દીધા છે. બિલ્ડીંગમાં નારંગી જ્વાળાઓ દેખાઈ રહી છે સાથે જ દૂર સુધી કાળો ધુમાડો આકાશમાં દેખાઇ રહ્યો છે. જ્યાં આગ લાગી તે બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડવાને કારણે એક સમયે ફાયર ફાઈટર ઈમારતમાં પ્રવેશી શક્યા ન હતા. બિલ્ડીગમાં આગ લાગવાની ઘટનામાં અંદરનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ફસાયેલા લોકો ખુબ જ ગભરાયેલા હતા. જો કે આ આગની ઘટનામાં હાલમાં કોઈ જાનહાનીનાં અહેવાલો મળ્યા નથી. આગને કાબુમાં લેવા 36 ફાયર ટ્રક અને 280 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ અગ કાબુમાં આવી હતી.

બિલ્ડીંગમાં 35 ટન ઈંધણ સંગ્રહિત કરવામાં આવ્યું હતું
રાજ્યના અગ્નિશમન વિભાગે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે તે બુઝાઈ ગઈ છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ચીની નાગરિક દ્વારા ટ્વીટ કરવામાં આવેલ વિડિયોમાં કાળો ધુમાડો આકાશમાં ઉતરી જતાં નીચેથી ઉપરના માળ સુધી આગની જ્વાળાઓ ઉછળતી દેખાઈ રહી છે. એક અહેવાલ મુજબ અહીં સર્વર માટે 35 ટન ઈંધણ સંગ્રહિત કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, આગ 4:44 PM સુધીમાં કાબુમાં આવી ગઈ છે. પરંતુ આ આગ કયા કારણોસર લાગી હતી, આગના પગલે કેટલું નુકશાન થયું છે તેમજ આ આગમાં કોઈ જાનહાની થઇ છે કે નહિ તે અંગે જોઈ વિગતો સામે આવી નથી. ચાઇના ટેલિકોમના 362 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે અને 270,000 થી વધુ કર્મચારીઓ છે. ઉલ્લેખનિય છે કે, હુનાન પ્રાંતની રાજધાની ચાંગશામાં લગભગ 10 મિલિયન લોકોની વસ્તી છે.

218 મીટર ઊંચી ઇમારત, વર્ષ 2000માં નિર્માણ
જે ઈમારતમાં આગ લાગી હતી, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વર્ષ 2000માં બની હતી. તે સમયે તે 218 મીટરની ઉંચાઈ સાથે ચાંગશા શહેરની સૌથી ઊંચી ઈમારત હતી. આ બિલ્ડિંગમાં કુલ 42 માળ છે, બે માળ અંડરગ્રાઉન્ડ પણ છે. જેના કારણે આગ શરૂ થતાં તે ઝડપથી ઉપરના ઘણા માળ સુધી પહોંચી ગઈ હતી. કેટલું નુકસાન થયું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top