National

ડોલર સામે નબળા પડતા રૂપિયા બાબતે નિર્મલા સીતારમણએ ખરેખર આવું કહ્યું? લોકોએ ઉડાવી મજાક

નવી દિલ્હી: નાણામંત્રી(Finance minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitaramn) ને લઈ એક બોગસ દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં તેઓએ અમેરિકી ડોલર(Dollar)ની સરખામણીમાં ભારતીય રૂપિયા(India Rupee)ના મૂલ્યમાં ઘટાડાને વાજબી ગણાવે છે. આ પ્રકારનું ટ્વીટ વાયરલ થઇ રહ્યું છે. ‘રાફેલ ગાંધી 2.૦’નામના એક પૈરોડી એકાઉન્ટે ભારતના નાણામંત્રીની મજાક ઉડાવી હતી. “મારો પરિવાર ભારતીય રૂપિયાથી કરિયાણા અને અન્ય વસ્તુઓ ખરીદે છે, અમે યુએસ ડૉલરનો ઉપયોગ કરતા નથી. શા માટે આપણે ડૉલરના મૂલ્ય વિશે ચિંતિત થવું જોઈએ? #RupeeVsDollar,” પેરોડી હેન્ડલે આ ટ્વિટ કર્યું હતું.

જો કે કટાક્ષમાં કરવામાં આવેલા આ ટ્વીટને લોકોએ સાચું માની લીધું છે. હકીકતમાં નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલા અન્ય એક ભ્રામક દાવાના આધારે લોકો તેનો સ્ક્રીન શોર્ટ લઇને સોશિયલ મીડિયામાં ફરતા કર્યા છે.

લોકોએ ટ્વીટ કરી આવું લખ્યું
એક દિબયેન્દુ હલદરે દાવો કર્યો, “હવે મને સમજાયું કે, આપણા એફએમ નોન-મેટ્રિક ગ્રેજ્યુએટ હોવાથી આપણું અર્થતંત્ર શા માટે વધી રહ્યું નથી.”

શૌકત આઝમીએ દાવો કર્યો, “આટલો મૂર્ખ અને મગજહીન.”

અહેમદ રઝાએ ટ્વીટ કર્યું, “વાહ…કેટલી નકામી સ્ત્રી…તે કંઈપણ સમજી શકતી નથી…તે હંમેશા બકવાસ વાતો કરે છે.”

એક ટ્વિટર વપરાશકર્તા (@rashmisrkfan) એ પૂછ્યું, “શું તેણે ખરેખર આવું કહ્યું?”

વાયરલ દાવાઓનું સત્ય
એક ટ્વીટમાં, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ નિર્મલા સીતારમણના ખોટા દાવાઓને રદિયો આપ્યો હતો.
તેઓએ ટીપ્પણી કરી હતી કે, “કેન્દ્રીય નાણામંત્રીની રૂપિયો અને ડૉલરના મૂલ્ય પર નિવેદન આપતા એક તસવીર સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહી છે.આ દાવો ખોટો છે. નાણા પ્રધાન દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી,”

નાણામંત્રી નિર્મલા સીતારમણે ડુંગળીના ભાવના સંદર્ભમાં આપ્યું હતું નિવેદન
ડિસેમ્બર 2019 માં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણનો એક ક્રોપ કરેલો વિડિઓ, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ ડુંગળી અને લસણ વધારે ખાતા નથી, વિપક્ષ પક્ષોના સમર્થકો દ્વારા નાણા પ્રધાન પર ડુંગળીના વધતા ભાવ મુદ્દે અસંવેદનશીલ હોવાનો આરોપ લગાવવા માટે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

લોકસભામાં, NCP સાંસદ સુપ્રિયા સુલેએ નાણાં પ્રધાનને મુદ્રા લોનમાં વધતા ડિફોલ્ટ્સ, ડુંગળીની વધતી કિંમતો અને અછતને પહોંચી વળવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પૂછ્યું હતું. નાણામંત્રીએ તેનો જવાબ આપવાનું શરુ કર્યું ત્યારે એક સાંસદે દખલ કરી અને તેમને પૂછ્યું કે શું તેણીએ ડુંગળી ખાધી છે. તેમની ટિપ્પણીના જવાબમાં નિર્મલા સીતારમણે જવાબ આપ્યો, “હું વધુ લસણ કે ડુંગળી ખાતી નથી, હું એવા પરિવારમાંથી આવું છું જ્યાં અમે ડુંગળી વિશે વધુ ચિંતા કરતા નથી.”

આનો જ ક્રોપ કરેલો વિડિયો, કોઈ પ્રશ્ન અને ચર્ચાના સંદર્ભ વિના, ટૂંક સમયમાં જ તેમની મજાક ઉડાવવા માટે અને જાહેર જનતાને જણાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હિટ બની ગયો કે નાણાપ્રધાન એમ કહીને તેમના પ્રત્યે અસંવેદનશીલ બની રહ્યા છે કે ભાવવધારાથી તેમને કોઈ પરેશાની નથી થઈ.

Most Popular

To Top