Entertainment

તારક મહેતા..ના સેટ પર લડાઈ, જેઠાલાલ પર ખુરશી ફેંકી

મુંબઈ: સૌથી વધુ લોકપ્રિય અને સૌથી વધુ લાંબી ચાલતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા (TarakMehtaKaOoltaChashma) છેલ્લાં કેટલાંક દિવસોથી કોન્ટ્રોવર્સીના લીધે ચર્ચામાં છે. શોના પ્રોડ્યુસર આસિત મોદી (AasitModi) અને કલાકારો વચ્ચેના મતભેદો બહાર આવ્યા બાદ આ શોની લોકપ્રિયતા પણ ઘટી છે. તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા, રોશન ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રીએ ખુલ્લેઆમ શોના નિર્માતા વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. હવે બાવરીનું પાત્ર ભજવનાર અભિનેત્રીએ પણ પોતાની હૈયાવરાળ ઠાલવી છે.

બાવરીનું પાત્ર ભજવનાર મોનિકા ભદોરિયાએ એક ઈન્ટરવ્યુમાં પ્રોડ્યુસર આસિત મોદી અંગે ઘણી વાતો કરી હતી. મોનિકાએ કહ્યું કે, તારક મહેતામાં મુખ્ય પાત્ર ભજવનાર જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી સાથે પણ સેટ પર ગેરવર્તુણક થઈ છે. તેમની પર ખુરશી ફેંકવામાં આવી છે.

મોનિકાએ કહ્યું કે, હું તે દિવસે સેટ પર નહોતી. પરંતુ મને ખબર પડી કે શોના એક સિનીયર એક્ટરનું શોના ઓપરેશનલ હેડ સોહેલ રમાનીએ અપમાન કર્યું હતું અને તે એક્ટર બીજું કોઈ નહીં પરંતુ દિલીપ જોશી હતા. શોના સિનિયર અભિનેતા સાથે આવી અપમાનજનક વર્તણૂંક કરવા બદલ સોહેલ રમાની પર બે વર્ષનો પ્રતિબંધ મુકી દેવાયો હતો.

સોહેલને જોઈને હંમેશા લાગતું હતું કે સેટ પર કોઈની પણ સાથે મિસબિહેવ કરી શકે છે અને એવું જ બન્યું. તે દિવસે સોહેલ પિત્તો ગુમાવ્યો અને દિલીપ જોશી તરફ ખુરશી ફેંકી હતી.

બાવરીએ કહ્યું કે, તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં જેઠાલાલનું પાત્ર મુખ્ય હતું. તેમ છતાં સોહેલે તેમની સાથે ગેરવર્તણૂંક કરી હતી. સોહેલ સાથે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. હું તમને રેકોર્ડિંગ સંભળાવીશ તો બધી પોલ ખુલી જશે. તમે જ કહેશો કે એક મહિલા સાથે આ કેવી રીતે વાત કરે છે? મારી પાસે પુરાવા છે.

ચોંકાવનારી વાત એ છે કે સોહેલ રમાની કલાકારો સાથે હંમેશા મિસબિહેવ કરતો હોવા છતાં તેને શોમાંથી કાઢવામાં આવ્યો નથી. આસિત મોદી હજુ પણ સોહેલ રમાની સાથે કામ કરી રહ્યાં છે. જોકે તે ઘટના બાદ દિલીપ જોશીએ પછી ક્યારેય તેની સાથે વાત કરી નથી. આસિત મોદી પણ બે ચહેરા ધરાવે છે. બહારથી સ્વીટ વર્તન કરતા આસિત મોદી ખૂબ જ અહંકારી છે.

મોનિકાએ સિરિયલમાં બાગાની પ્રેમિકા બાવરીનું પાત્ર ભજવ્યું હતું. મોનિકા પાંચ વર્ષ સુધી સિરિયલ સાથે જોડાયેલી હતી. ત્યાર બાદ એકાએક શોના પ્રોડ્યુસર આસિત મોદી પર આક્ષેપો મુકી શો છોડી દીધો હતો.

Most Popular

To Top