Gujarat

9 લોકોના મોતના જવાબદાર તથ્ય પટેલના નખરાં શરૂ, જેલની રસોઈ ભાવતી નથી

અમદાવાદ: રસ્તા પર 9 નિર્દોષ લોકોને કચડી મોતને ઘાટ ઉતારનાર નબીરા તથ્ય પટેલે જેલમાં પણ નખરાં શરૂ કરી દીધાં છે. 9 લોકોના મોત માટે જવાબદાર તથ્ય પટેલને (TathyaPatel) જેલની (Jail) રસોઈ ભાવતી ન હોય તેણે બહારનું ટિફીન મેળવવા માટે અરજી કરી છે. એટલું જ નહીં ભણવાનો ચોર તથ્ય કોલેજમાં (College) રજાઓ પાડતો હતો અને હવે જેલમાં તેણે સ્ટડી યાદ આવે છે. ભણવા માટે પુસ્તકો ઉપલ્બ્ધ કરાવવા પણ તથ્યએ માંગણી કરી છે.

અમદાવાદના (Ahmedabad) ઈસ્કોન ઓવર બ્રિજ (Iscon OverBridge) પર ગઈ તા. 19 જુલાઈની કારમી રાત્રિએ તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર 140થી વધુની પૂરઝડપે દોડાવીને રસ્તા પર ઉભેલા 9 લોકોને કચડી મારી નાંખ્યા હતા. આ કેસમાં આરોપી તથ્ય પટેલ જેલમાં બંધ છે. કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે તથ્ય પટેલે હવે જેલમાં નખરાં શરૂ કરી દીધા છે.

કોલેજમાં ગુલ્લી મારનાર તથ્યને હવે અભ્યાસ યાદ આવ્યો છે. તથ્યએ જેલમાં અભ્યાસની વ્યવસ્થા કરવા માંગ કરી છે. તે ઉપરાંત જેલના બદલે બહારના ટિફિનની વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે. એટલું જ નહીં જેલમાં તેને મળવા આવતા સંબંધીઓ માટે વધુ સમય ફાળવવાની પણ તથ્યએ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. ગ્રામ્ય કોર્ટે જેલ ઓથોરિટીને જેલ મેન્યુઅલ અને ગાઈડલાઈન અનુસાર કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.

શું બની હતી સમગ્ર ઘટના? 
ગયા મહિને જુલાઈ મહિનામાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં રાત્રિના સમયે ડમ્પરની પાછળ થાર જીપ ઘુસી ગઈ હતી. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ભેગા થયા હતા. પોલીસ પણ પહોંચી ગઈ હતી. ત્યારે કર્ણાવતી ક્લબ તરફથી ફુલસ્પીડમાં જેગુઆર કાર ધસમસતી આવતી હતી. ચાલકે બ્રેક માર્યા વિના કાર દોડાવી લોકોને અડફેટે લીધા હતા. તેમાંથી 9ના રસ્તા પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ અકસ્માત કેસમાં તથ્ય પટેલ નામના યુવકની ધરપકડ કરાઈ હતી. અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની વિગતો બહાર આવી હતી. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીના પિતા સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે.

Most Popular

To Top