Sports

કેમરૂન અને સર્બિયા વચ્ચેની મેચ 3-3થી ડ્રોમાં પરિણામી બંને ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થવાની આરે

નવી દિલ્હી : ફિફા વિશ્વકપનો (FIFA World Cup) રોમાંચ દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે પ્રથમ મેચ કેમરૂન (Cameroon) અને સર્બિયા (Serbia) વચ્ચે થઇ હતી. મેચનું પરિણામ 3-3થી ડ્રોમાં (draw) ફેરવાયું હતું અને મેચ સમાપ્ત થઈ હતી. આ સાથે જ બંને ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થવાની અણી પર પહોંચી ગઈ છે. બે મેચ બાદ બંને ટીમો પાસે એક-એક પોઈન્ટ છે અને છેલ્લી મેચ જીત્યા બાદ પણ આ ટીમોની આગળના રાઉન્ડમાં પહોંચી શકે તેવી સંભાવનાઓ હવે ઓછી થઇ ગઈ છે.

3-3ના ઈક્વલ ગોલ બાદ મેચ ડ્રોમાં પરિણામી
સોમવારે કેમરૂન અને સર્બિયા વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી.આ મેચ 3-3 પોઇન્ટની બરાબરી પર સમાપ્ત થઈ હતી. મેચે ચાર-ચાર વખત ટ્વીસ્ટ આવ્યા હતા પરંતુ અંતે કોઈપણ ટીમ વિજેતા સાબિત થઈ ન હતી. પરિણામે મેચ ડ્રો સ્વરૂપે ફેરવાઈ ગઈ હતી. કેમરૂને મેચનો પહેલો ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી હતી પરંતુ પ્રથમ હાફના અંતે સર્બિયાએ બે મિનિટના અંતરે બે ગોલ કરીને તેને 2-1ની બરાબરી કરી હતી. સર્બિયાએ બીજા હાફની શરૂઆતમાં બીજો ગોલ કર્યો અને 3-1થી આગળ નીકળી ગયું હતું આ પછી કેમરૂને 64મી અને 66મી મિનિટે ગોલ કરીને 3-3ની બરાબરી કરી હતી. આ પછી મેચમાં કોઈ ગોલ થઈ શક્યો નહોતો અને મેચ 3-3ની બરાબરી પર સમાપ્ત થઈ હતી.

અને બંને ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થવાના આરે છે
આ મેચમાં સર્બિયા માટે સ્ટ્રહિન્જા પાવલોવિક, સર્ગેજ મિલિન્કોવિક અને એલેકસાન્ડર મિટ્રોવિકે ગોલ કર્યા હતા. તે જ સમયે કેમેરૂન માટે જાન ચાર્લ્સ, વિન્સેન્ટ એબોબેકર અને એરિક મેક્સિમે ગોલ કર્યા હતા.હવે બંને ટીમો પાસે બે મેચ બાદ એક-એક પોઈન્ટ છે. અને બંને ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થવાના આરે છે. આ ગ્રુપમાંથી બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડની ટીમો આગલા રાઉન્ડમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર બની ગઈ છે.

પ્રથમ હાફ પછી સર્બિયા 2-1થી આગળ હતું
રમતનો પ્રથમ હાફ પૂરો થયો ત્યારે સર્બિયા હાલમાં 2-1થી આગળ નીકળ્યું હતું આ મેચમાં સર્બિયાએ સારી શરૂઆત કરી હતી. પરંતુ કેમરૂને પ્રથમ ગોલ કરીને લીડ મેળવી હતી. પ્રથમ હાફમાં કેમરૂનની લીડ ચાલુ રહી હતી પરંતુ સર્બિયાએ ઇન્જરી ટાઇમમાં નોંધપાત્ર પુનરાગમન કર્યું હતું. બે મિનિટની અંદર બે ગોલ કરીને 2-1ની સરસાઈ મેળવી હતી. કેમરૂન તરફથી જીન ચાર્લ્સે ગોલ કર્યા હતા જ્યારે સર્બિયા માટે પાવલોવિક અને મિલાન્કોવિકે ગોલ કર્યા હતા.અને મેચમાં રોમાન્સ બરકરાર રાખ્યો હતો.

Most Popular

To Top