Entertainment

આવતા અઠવાડિયે થિયેટર્સમાં રિલીઝ થશે 21 ફિલ્મો, હિંદી-ગુજરાતી-સાઉથની ફિલ્મોનો ધોધ વહેશે

આ વર્ષ પુરુ થતા પહેલાં તમને મોજ કરાવશે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં (December First Week) બોક્સ ઓફિસ (Box Office) પર ધમાકો થવા જઈ રહ્યો છે. ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું ક્રાઈમ, થ્રિલર અને કોમેડી ફિલ્મોથી (Films) ભરપૂર રહેવાનું છે. શુક્રવારથી શરૂ થતા સપ્તાહમાં હિન્દીની સાથે સાથે અન્ય ભાષાઓની પણ ઘણી મજેદાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મો તમને મોજ કરાવશે. કારણકે આમાની ઘણી કોમેડી અને એક્શન ફિલ્મો છે. તો ચાલો જાણીએ ડિસેમ્બરના પહેલા અઠવાડિયા દરમ્યાન રજૂ થનારી ફિલ્મો વિશે.

આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે
આ અઠવાડિયે હિન્દી ભાષામાં માત્ર એક જ ફિલ્મ રિલીઝ થવાની છે. આયુષ્માન ખુરાના અને જયદીપ અહલાવતની ફિલ્મ ‘એન એક્શન હીરો’ 2 ડિસેમ્બરે બોક્સ ઓફિસ પર રાજ કરી રહેલી ‘દ્રશ્યમ 2’ અને ‘ભેડિયા’ને ટક્કર આપવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે આયુષ્માનની સતત બે ફિલ્મો ફ્લોપ રહી હતી. હવે જોવાનું એ રહેશે કે શું અભિનેતાની આ ફિલ્મ મોટા પડદા પર સારું પ્રદર્શન કરી શકશે?

સાઉથની ફિલ્મો મચાવશે ધૂમ
આ અઠવાડિયે તેલુગુ અને મલયાલમ ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ‘હિટ- ધ સેકન્ડ કેસ’, ‘પ્રેમદેશમ’, ‘દુષ્ટકૂટ’, ‘મટ્ટી કુશ્તી’, ‘દોસ્તાન’ 2 ડિસેમ્બરે તેલુગુ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે. મલયાલમમાં પણ ‘ગોલ્ડ’, ‘સાઉદી વેલ્લાક્કા’, ‘પ્રતિ નિરાપરાધી યાનો’ રિલીઝ થઈ રહી છે. જો કે આ ફિલ્મોને ટક્કર આપવા માટે આયુષ્માન ખુરાનાની ‘એન એક્શન હીરો’ પણ 2 ડિસેમ્બરે હિન્દી બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે.

કન્નડ ભાષામાં છ ફિલ્મો આવશે
બીજી તરફ આ અઠવાડિયે કન્નડ ભાષાની છ ફિલ્મો વચ્ચે જોરદાર જંગ થશે. બોક્સ ઓફિસ પર ટક્કર માત્ર હિન્દી અને તેલુગુ ભાષાની ફિલ્મો વચ્ચે જ નહીં હોય. તેના બદલે, આ અઠવાડિયે કન્નડ ફિલ્મો ‘ધારણી મંડળ મધ્યાડોલ્ગે’, ‘થિમૈયા અને થિમૈયા’, ‘દુષ્ટકૂટ’, ‘વાસંતી નલિડ્ગા’, ‘સેકન્ડ લાઇફ’, ‘નેનાપુ મારુકાલીસીદાગા’ થિયેટરોમાં આવશે. આ તમામ છ ફિલ્મો 2 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

આટલી ફિલ્મો પંજાબી અને ગુજરાતી ભાષામાં આવશે
પંજાબીમાં એક ફિલ્મ ‘સ્નોમેન’ અને ગુજરાતીમાં બે ફિલ્મો ‘ભગવાન બચાવે’ અને ‘ધમણ’ 2 ડિસેમ્બરે રિલીઝ થશે.

Most Popular

To Top