Entertainment

ફિફા ફાઈનલમાં લિયોનેલ મેસ્સી કે કિલિયન એમ્બાપ્પે, જાણો કોને સપોર્ટ કરી રહ્યા છે શાહરૂખ ખાન

નવી દિલ્હી: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) આજે 18 ડિસેમ્બર ફાઇનલ (Final) મેચ રમાવાની છે. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને લિયોનેલ મેસ્સીની (Lionel Messi) કપ્તાનીવાળી આર્જેન્ટિનાની ટીમ આમને-સામને થશે. ફિફા વર્લ્ડ કપનો નશો ચાહકો સહિત ફિલ્મી કલાકારોને પણ ચડ્યો છે. ચંકી પાંડે, સંજય કપૂર અને અનન્યા પાંડે સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સ મેચ જોવા કતાર પહોંચી ગયા છે. આ તમામ લિયોનેલ મેસીના ચાહકો છે. પરંતુ આ દરમિયાન બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ પઠાણના વિવાદમાં ફસાયા છે. ત્યારે જાણો શાહરૂખ ખાન કઈ ટીમને સપોર્ટ કરી રહ્યો છે.

શાહરૂખ ખાન ફિફામાં કોને સપોર્ટ કરશે?
પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે શાહરૂખ ખાન ફીફા ફાઈનલ જોવા માટે પહોંચ્યો છે. ત્યારે તેમના ચાહકોએ સવાલ કર્યો હતો કે શાહરૂખ ખાન કોને સપોર્ટ કરી રહ્યો છે. શાહરૂખ ખાને ખુલાસો કરતા કર્યો છે કે તે ફાઈનલમાં કઈ ટીમ અને ક્યા ખેલાડીને સપોર્ટ કરશે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર આ સવાલનો જવાબ આપ્યો હતો. પઠાણ વિવાદ વચ્ચે શાહરૂખે શનિવારે 15 મિનિટ માટે સોશિયલ મીડિયા પર #AskSRK ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ હેશટેગ સાથે ફેન્સે શાહરૂખ ખાનને ઘણા સવાલો પૂછ્યા, જેના જવાબ કિંગ ખાને પણ આપ્યા હતા. આ દરમિયાન એક ફેન્સે ફિફા વર્લ્ડ કપ સંબંધિત પ્રશ્ન પૂછ્યો હતો. તેણે પૂછ્યું, ‘વર્લ્ડ કપ ફાઇનલમાં તમે કોને સપોર્ટ કરી રહ્યા છો?’ આ સવાલના જવાબ શાહરૂખે લખ્યું, ‘અરે યાર, દિલ કહે છે કે મેસ્સી? પરંતુ Mbappe પણ જોવા લાયક છે.

મેસ્સી કરતાં રોનાલ્ડો કેમ શ્રેષ્ઠ છે?
આ સવાલ-જવાબ દરમિયાન એક યુઝરે શાહરૂખને પૂછ્યું કે પોર્ટુગલ ટીમનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો લિયોનેલ મેસ્સી કરતા શા માટે સારો છે? શાહરૂખે આનો જવાબ પણ પોતાની સ્ટાઈલમાં આપ્યો. કિંગ ખાને કહ્યું, ‘એક સલાહ છે કે સારાની શોધ ન કરો… તે સારી વસ્તુનો પણ નાશ કરે છે.

ધોનીને જોઈને નર્વસ થઈ જાય છે શાહરૂખ?
જણાવી દઈએ કે શાહરુખ ખાન IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ફ્રેન્ચાઈઝીનો માલિક પણ છે. આ આઈપીએલની યાદ અપાવતા અન્ય યુઝરે મહેન્દ્ર સિંહ ધોનીને લગતો સવાલ પૂછ્યો. યુઝરે પૂછ્યું કે જ્યારે ધોની KKR સામે બેટિંગ કરવા આવે છે ત્યારે તમને કેવું લાગે છે? આના જવાબમાં શાહરૂખે લખ્યું હા હા નર્વસ. શાહરૂખ ખાન ધોનીને જોઈને નર્વસ થઈ જાય છે.

ગોલ્ડન બૂટની રેસમાં મેસ્સી-એમબાપ્પે
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં ફ્રાન્સ અને આર્જેન્ટિનાની ટીમ વચ્ચે ટક્કર થશે. આ મેચ આજે (18 ડિસેમ્બર) ભારતીય સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યાથી રમાશે. ગોલ્ડન બૂટની રેસમાં લિયોનેલ મેસ્સી અને Kylian Mbappe સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે. બંને ખેલાડીઓએ સમાન રીતે 5-5 ગોલ કર્યા છે.

Most Popular

To Top