National

AIIMS સાયબર એેટેકનું ચીન સાથે કનેક્શન! દિલ્હી પોલીસ ઈન્ટરપોલની મદદથી હેકર્સને શોધશે

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં (Delhi) સ્થિત AIIMSના સર્વર પર સાયબર એટેક (Cyber Attack) મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, આ સાયબર એટેકના તાર ચીન સાથે જોડાયેલા હોય તેમ જણવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાયબર એટેક ચીની હેકર્સ (hackers) દ્વારા કરવામાં આવ્યો હતો. હોંગકોંગ અને હેનાનના હેકર્સ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર 23 નવેમ્બરે રાજધાની દિલ્હીમાં સ્થિત AIIMSના સર્વર પર સાયબર એટેક થયો હતો. આ સાયબર એટેકમાં ચીની હેકર્સ સામેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હોંગકોંગ અને હેનાનના હેકર્સે AIIMSના 100માંથી પાંચ સર્વર હેક કરી લીધા હતા. જો કે હવે આ પાંચ સર્વરનો ડેટા પાછો મેળવી લેવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે સીબીઆઈને પત્ર લખીને ઈન્ટરપોલ દ્વારા ચીનના હેકર્સ વિશે માહિતી માંગી છે. ઈન્ટરપોલ સાથે સંપર્ક માટેની નોડલ એજન્સી સીબીઆઈ છે. પત્રમાં દિલ્હી પોલીસે તે આઈપી એડ્રેસની માહિતી માંગી છે જ્યાંથી હેકર્સના મેઈલ મળ્યા હતા. આ સાથે પૂછવામાં આવ્યું કે આ આઈપી એડ્રેસ કોને આપવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કોઈ કંપની કરે છે કે કોઈ ખાનગી વ્યક્તિ તેમ જાણવું ઘણું જરૂરી છે. ચીનમાં ઈન્ટરનેટ પૂરી પાડતી કંપની પાસેથી પણ માહિતી માંગવામાં આવી છે.

માહિતી ચોરી કરવા માટે સર્વર પર એટેક કર્યો
તમને જણાવી દઈએ કે 23 નવેમ્બરે AIIMSના સર્વર પર સાયબર એટેક થયો હતો. આ સાયબર હુમલો હોંગકોંગના બે મેઈલ આઈડી પરથી કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ તેની વિશેષ તપાસ કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈમેલનું આઈપી એડ્રેસ હોંગકોંગનું છે. જેના કારણે આમાં ચીનની ભૂમિકા રહી હોય તેમ કહી શકાય છે.

આ પહેલા પણ AIIMSના સર્વર પર મોટો એટેક થયો હતો. જેના કારણે સર્વર ડાઉન થઈ ગયું હતું અને ઘણી સેવાઓ બંધ થઈ ગઈ હતી. ત્યારે હેકર્સે ક્રિપ્ટોકરન્સીમાં પણ ખંડણી માંગી હોવાના સમાચાર હતા. પરંતુ પોલીસે આ સમાચારને નકારી કાઢ્યા હતા. AIIMSના સર્વર પર ઘણા VVIP લોકોનો ડેટા પણ હાજર છે. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે આ લોકોના ડેટાની ચોરી કરવા માટે AIIMS સર્વરને નિશાન બનાવવામાં આવ્યું હતું.

આટલા મેઈલ આઈડી થઈ ગયા છે હેક

  • મે 2022માં ડેટ ઓફ ડીનની ઈમેલ આઈડી હેક થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે સર્વેક્ષણ વેબસાઇટ QuestionPro ડેટા ચોરીના નિશાના પર હતી. 22 મિલિયન ઈમેલ આઈડી સાથે સંકળાયેલા 100 જીબીથી વધુ ડેટા કથિત રીતે આઈપી એડ્રેસ, બ્રાઉઝર યુઝર એજન્ટ્સ અને સર્વેના પરિણામો દ્વારા ચોરી કરવામાં આવ્યો હતો.
  • AIIMS MSની સેવા 2019 અને 2020માં હેક કરવામાં આવી છે. નવેમ્બર 2020 માં, Cit0day ઘણા હેકિંગ ફોરમ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. Cit0day એ 23 હજારથી વધુ ભંગ થયેલી વેબસાઇટ્સનો સંગ્રહ છે. આ ડેટામાં પાસવર્ડ, ઈમેલ આઈડી હતા.
  • AIIMSના ડેટા રિસર્ચ ડિપાર્ટમેન્ટનું ઈમેલ આઈડી 2018માં હેક થયું હતું. માહિતી અનુસાર, જે ડેટા હેક કરવામાં આવ્યો હતો તેમાં નામ, ઈમેલ આઈડી તેમજ પ્રોફેશનલ માહિતી, રોજગાર, લોકોની ભૂમિકા અને તેમની જમાવટ સંબંધિત અંગત માહિતી સામેલ છે.
  • ઓગસ્ટ 2017માં AIIMSના ડાયરેક્ટરનું ઈમેલ આઈડી હેક કરવામાં આવ્યું હતું. સુરક્ષા સંશોધક બેન્કો મૌકે ઓનલાઈન સ્પામબોટ નામથી સ્પામબોટની ઓળખ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ હેકિંગ નેધરલેન્ડના આઈપી એડ્રેસ પરથી કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top