Sports

પેનલ્ટી ગોલ ચુકતા ઈંગ્લેન્ડ વર્લ્ડકપ માંથી બહાર : ફ્રાન્સ સાતમી વખત પહોંચ્યું સેમીફાયનલમાં

કતાર : ફ્રાન્સે (France) રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને (England) 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે જ ફ્રાન્સની ટીમ સતત સાતમી વખત સેમિફાઈનલમાં (Semifinals) પહોંચવામાં સફળ રહી છે. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો મોરોક્કોની સામે થશે. મોરોક્કોએ ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને 1-0થી હરાવ્યું. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ બીજી સેમીફાઈનલમાં ક્રોએશિયા સામે ટકરાશે.ફ્રાન્સની ટીમ સાતમી વખત ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) સેમિફાઇનલમાં પહોંચી છે. 1982 અને 1986 બાદ પ્રથમ વખત ફ્રાન્સની ટીમ સતત બે એડિશનની સેમી ફાઇનલમાં પહોંચી છે.

ફ્રાન્સ હવે ઈતિહાસ રચવાથી માત્ર બે ડગલાં દૂર
ફ્રાન્સ હવે ઈતિહાસ રચવાથી માત્ર બે ડગલાં દૂર છે. જો ફ્રાન્સની ટીમ ટાઈટલ બચાવવામાં સફળ રહેશે તો છેલ્લા 60 વર્ષમાં તે સતત બે વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની જશે. છેલ્લી વખત બ્રાઝિલે આવું કર્યું હતું. તેણે 1958 અને 1962માં સતત બે વર્લ્ડ કપ જીત્યા હતા. ત્યારપછી કોઈપણ ટીમ સતત બે વર્લ્ડ કપ જીતી શકી નથી.

ફ્રાન્સ સાતમી વખત સેમિફાઈનલમાં
ફ્રાન્સની ટીમ સાતમી વખત ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. 1982 અને 1986 બાદ પ્રથમ વખત ફ્રાન્સની ટીમ સતત બે એડિશનની સેમી ફાઇનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડની ટીમ સાતમી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. જે અન્ય ટીમ કરતા વધુ છે.

ફ્રાન્સના મેનેજર ડિડિયર દેસ્ચાઉએ આ ટીમ સાથે વર્લ્ડ કપની 17 મેચનું કોચિંગ કર્યું છે અને તેમાંથી ટીમે 13 મેચ જીતી છે. બે મેચ ડ્રો રહી છે અને બેમાં ફ્રાન્સનો પરાજય થયો છે. માત્ર બ્રાઝિલના ભૂતપૂર્વ કોચ ફેલિપ સ્કોલારી (14) અને હેલ્મુટ શૉન (16)એ દેશાવન કરતાં વધુ ટુર્નામેન્ટ જીતી છે.

બંને ટીમોએ આક્રમક શરૂઆત કરી હતી
બંને ટીમોએ મેચની શરૂઆત આક્રમક રીતે કરી હતી, પરંતુ 17મી મિનિટે ફ્રાન્સના ઓરેલીયન ચૌમેનીએ બોક્સની બહારથી ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. હાફ ટાઈમ સુધી આ સ્કોર રહ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ હાફમાં પાછળ રહીને ક્યારેય વર્લ્ડ કપમાં એકપણ મેચ જીતી શકી નથી. આ સ્થિતિમાં ઇંગ્લિશ ટીમે બે મેચ ડ્રો કરી છે અને સાત મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, હાફ ટાઇમમાં લીડ લીધા પછી ફ્રાન્સની ટીમ વર્લ્ડ કપમાં ક્યારેય હારી નથી. આ મેચ સહિત ફ્રાન્સની ટીમે છેલ્લી 26માંથી 25 મેચ જીતી છે. એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

Most Popular

To Top