Sports

ભારતના આ સ્ટાર એથ્લીટનું થયું નિધન, ટોક્યો ઓલિમ્પિકમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

નવી દિલ્હી :(New Delhi) ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને ભારતની 1970 એશિયન ગેમ્સ 4x100m રિલે બ્રોન્ઝ મેડલ (Relay Bronze Medal) વિજેતા (Winer) ટીમના સભ્ય કેનેથ પોવેલનું (Kenneth Powel) રવિવારે બેંગલુરુમાં અવસાન થયું હતું. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) એ તેમના નિધન અંગેની માહિતી આપી હતી અને તેમના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત પણ કર્યો હતો. તેઓ અર્જુન પુરસ્કાર વિજેતા પણ હતા.

  • કેનેથ પોવેલનું રવિવારે બેંગલુરુમાં અવસાન થયું
  • તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા
  • 60 ના દાયકામાં તેમના પ્રયત્નને કારણે એથ્લેટ્સના કદમાં વધારો થયો હતો

60 ના દાયકામાં તેમના પ્રયત્નને કારણે એથ્લેટ્સના કદમાં વધારો થયો હતો
તેમણે 1964 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને 4x100m રિલે રેસમાં સેમિફાઈનલમાં લઈ જવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પોવેલના નિધન પર AFIના પ્રમુખ એડિલે સુમરીવાલાએ કહ્યું કે કેનેથ પોવેલના નિધનથી રમતગમતએ એક મહાન દોડવીર ગુમાવ્યો છે. ભારતીય એથ્લેટિક્સ 60 ના દાયકામાં કેનેથ પોવેલ જેવા એથ્લેટ્સના પ્રયત્નોને કારણે કદમાં વધારો થયો હતો. જેમણે નેશનલ ઓપન ચેમ્પિયનશિપ અને નેશનલ ઇન્ટર-સ્ટેટ ચેમ્પિયનશિપ્સમાં સ્પ્રિન્ટ ઇવેન્ટ્સમાં 19 ટાઇટલ જીત્યા હતા.

1970 માં બેંગકોકમાં રિલે બ્રોન્ઝ મેડલ જીતવામાં ભારતને મદદ કરી હતી..
AFI પ્રમુખે તેમની સિદ્ધિઓ વિષે વાત કરતા કહ્યું હતું કે તેમણે 1962માં જકાર્તામાં એશિયન ગેમ્સ માટે મંજૂરી ન મળવાથી નિરાશ થયા ન હતા..અને તેમના પ્રયત્નો સતત ચાલુ રાખ્યા હતા .અને ત્યારબાદ 1964માં ટોક્યોમાં ઓલિમ્પિકમાં ભારતીય રિલે ટીમને સેમિફાઇનલ સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બેંગકોકમાં એશિયન ગેમ્સ માટે પસંદ થયા ન હતા. છતાં તેઓ 1966 માં પ્રયત્નશીલ રહ્યા ને અને 1970 માં બેંગકોકમાં રિલે બ્રોન્ઝ મેડલ જીતવામાં ભારતને મદદ કરી હતી..

કેનેથ પોવેલની સફર કેવી રહી?
20 એપ્રિલ 1940ના રોજ કોલારમાં જન્મેલા કેનેથ પોવેલની પ્રથમ મોટી સ્પર્ધા કલકત્તામાં 1957ની નેશનલ સ્કૂલ ગેમ્સ હતી. જ્યાં તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. તે 19 વર્ષનો હતો ત્યાં સુધીમાં તેઓ ભારતીય ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરવા માટે બેંગ્લોર ગયો હતો. જ્યારે તેણે રેન્જર્સ ક્લબના કોચ કૃષ્ણાના નેજા હેઠળ એથ્લેટિક્સને ગંભીરતાથી લીધું હતું. કેનેથ પોવેલે ફેબ્રુઆરી 1963માં અલાહાબાદ ખાતે પ્રથમ નેશનલ ઇન્ટર-સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સ્પ્રિન્ટ ડબલ હાંસલ કરી જયા 100 મીટર 10.8 સેકન્ડમાં અને 200 મીટર 22.0 સેકન્ડમાં જીતી હતી. તેમણે 1968માં મદ્રાસમાં 100 મીટર 10.7 સેકન્ડમાં અને 200 મીટર 21.8 સેકન્ડમાં જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું.

Most Popular

To Top