Vadodara

વારસિયામાં 7 દિવસ બાદ પણ ભૂવો જૈસે થે

વડોદરા : વારસિયા વિસ્તારમાં સાઈબાબાનગર સોસાયટી પાસે સાત દિવસ પૂર્વે નિર્માણ પામેલ ભુવો જે સે થે હાલતમાં રહેતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જ્યારે ભુવાની આજુબાજુ પતરાની આડશો મુકી કોર્ડન કરતા પસાર થઈ રહેલા વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય ફેલાયો છે. શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી સાઈબાબા નગર સોસાયટી પાસે સાત દિવસ પૂર્વે પડેલ ભુવો તેની જેસે થે હાલતમાં રહેવા પામ્યો છે.ભુવો પડ્યા બાદ તેની આજુબાજુ પતરાની આડશો મૂકી એક તરફનો રસ્તો બંધ કરી દેવાતા બીજા રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધતા આસપાસની સોસાયટીના રહીશોમાં પણ તંત્ર સામે નારાજગી જોવા મળી છે.

જ્યારે બીજી તરફ પસાર થઈ રહેલા વાહનચાલકોમાં પણ અકસ્માતનો ભય ફેલાયો છે.ત્યારે આ બાબતે જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકરે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ સાંઈબાબા નગર સોસાયટીની સામે સાત દિવસ પહેલા ભુવાએ આકાર લીધો હતો.જેને પુરવાની તસ્દી નહીં લેવાતા આજે પણ આ ભુવો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે. સામાજિક કાર્યકરે તંત્ર સામે તીખા શબ્દોને પ્રહારો કરી જણાવ્યું હતું કે તંત્ર ઘોર નિદ્રા માણી રહ્યું છે.વિસ્તારના કાઉન્સીલરો પણ આ બાબતે ધ્યાન નથી આપતા તે આ ભુવા ઉપરથી સાબિત થાય છે.ભુવાની આજુબાજુ પતરાની આડશો મુકીને કોર્ડન કરવામાં આવ્યો છે.

જ્યારે બીજી તરફ આ માર્ગને એક તરફથી બંધ કરવામાં આવ્યો છે.જેના કારણે એક તરફી વાહન વ્યવહાર ચાલુ રહેતા વિસ્તારના રહીશોને પણ તકલીફો પડી રહી છે. સાથે જ અહીંથી પસાર થઇ રહેલા વાહનચાલકોમાં પણ અકસ્માતનું જોખમ રહેલું છે.આ ઉપરાંત આડશમાં લગાવાયેલા પતરા મોટી જાનહાની સર્જી શકે છે તેમ લોકોમાં મનાઈ રહ્યું છે.વધુમાં સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન જ્યારે વડોદરાની મુલાકાતે આવશે.ત્યારે વડોદરાનુ વહીવટીતંત્ર જાગૃત બન્યું છે અને તેમના આગમન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે.ત્યારે જે જગ્યાએ ભૂવો પડ્યો છે.પણ આ જગ્યાએ કોઈ કામગીરી કરવામાં આવી નથી.જો ચોવીસ કલાકમાં ભુવો પુરવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આ જગ્યા પર બેસી રામધુન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top