Entertainment

એશા ગુપ્તા ‘આશ્રમ’ને સેન્સેશનલ બનાવી રહી છે

એશા ગુપ્તા કઈ વાતે વધારે ખુશ હશે? અભિનયના ચાહકો વધુ છે એ માટે કે ઈન્સ્ટ્રાગ્રામ પર તેના આઠ લાખ ફોલોઅર્સ છે તે કારણે. હમણાં તેણે ઈન્સ્ટ્રાગ્રામ પર એવા ફોટાઓની સિરીઝ મુકી કે ચાહકોને જલસો થઈ ગયો. ગ્લેમરસ આઉટફીટમાં તેનું શરીર સૌંદર્યથી ફાટફાટ થતું હતું. એશાનું ગોર્જિયસ લુક્સ તેના ફેન્સને ક્રેઝી કરનારું હતું. એશા અત્યારે બોબી દેઓલની ઈમેજ-મેકર તરીકે ‘આશ્રમ’ની ત્રીજી સિઝનમાં દેખાય રહી છે અને આ તેની ચોથી વેબસિરીઝ છે. ફિલ્મોમાં વધારે સફળ થવાની ઈચ્છાએ તે આવી હતી. પણ તેને ખરા અર્થમાં મોટી કહેવાય એવી ફિલ્મો ઓછી જ મળી છે. ‘જન્નત-2’માં તેણે ઈમરાન હાશ્મીની હીરોઈન તરીકે શરૂઆત કરેલી.

આવી ફિલ્મો સફળ થાય તો પણ તેની હીરોઈનને દિપીકા પાદુકોણે કે આલિયા ભટ્ટ ન બનાવી શકે. એશાને કામ જોઈતું હતું અને અભિનેત્રી પણ સારી, ગ્લેમરસ લુક પણ ખરું અને એટલે જ પ્રકાશ ઝાએ પણ તેને ‘ચક્રવ્યૂહ’માં હીરોઈન બનાવી હતી. અર્જૂન રામપાલની અને એટલે પછી તો મલ્ટીસ્ટારર ફિલ્મોની પસંદગી બનવા માંડી જેમાં એકથી વધુ હીરો હોયને હીરોઈન હોય. જો ફિલ્મ સફળ જાય તો બધા જ દાવા કરી શકે કે મારી ફિલ્મ સફળ ગઈ. પણ આમ કરવામાં એશાની પીછેહઠ થવા માંડી. ફિલ્મોમાં બીજા ક્રમની હીરોઈન તરીકે કામ મળવા માંડ્યુ. આ રીતે તે ‘હમશકલ્સ’, ‘કમાંડો-2’, ‘બાદશાહો’, ‘બેબી’ વગેરેમાં આવી હતી. મુખ્ય હીરોઈન તરીકે આરંભ કરનાર એશા જોતજોતામાં પોતાનું સ્થાન ક્યું તે શોધતી થઈ ગઈ છે.

એટલે જ તે ઈન્સ્ટ્રાગ્રામ પર એકદમ બોલ્ડ અને હોટ બની છે. આમ કરવાથી ‘આશ્રમ-3’ વેબસિરીઝને વધારે પ્રેક્ષક મળે તેવીય તેની ઈચ્છા છે. ઘણીવાર મૂળ સામગ્રીમાં કશુંક ઉત્તેજક ઉમેરવું પડે છે, જેથી પ્રેક્ષકો તેના તરફ વળે. ‘આશ્રમ-3’ના ટ્રેલરમાં તે આ કારણે જ છવાઈ ગઈ છે. 3 જૂને આ વેબસિરીઝ ફરી શરૂ થઈ રહી છે અને પ્રકાશ ઝાની તો એશા પહેલેથી જ ફેવરીટ છે. એશા અત્યારે ‘દેશી મેજિક’માં અમીષા પટેલ સાથે કામ કર્યા પછી દિપક તિજોરી સાથે ‘ટિપ્સી’માં આવી રહી છે. દિપક તિજોરી ઘણા વખતથી પોતાની નિષ્ફળતામાંથી બહાર નીકળવા મથી રહ્યો છે. આ ફિલ્મમાં તે લેખક, દિગ્દર્શક, અભિનેતા પણ છે.

ખેર, એ કારણે જ ફરી આ ફિલ્મમાં એશા મુખ્ય અભિનેત્રી છે. બેચલર પાર્ટી માટે ગોવા ગયેલી છોકરીઓ સાથે ક્યાં ગરબડ થાય છે તેની વાત છે અને હજુ એક ફિલ્મ ‘હેરાફેરી-3’ છે. આ ફિલ્મ એટલી બધી અટવાય ગઈ છે કે હવે કદાચ આવતા વર્ષે રિલીઝ થશે. આ બધી ફિલ્મો પહેલાં એશા ગુપ્તા સેન્સેશન બની છે. ‘આશ્રમ-3’ને એશાએ અત્યારથી ખાસ બનાવી દીધી છે. બોબી દેઓલ અને પ્રકાશ ઝા આ કારણે ખુશ હશે. હવે ઈન્સ્ટ્રાગ્રામ પણ ઈમેજ બનાવવામાં બહુ મદદ કરે છે ને એશા ચૂકવા નથી માંગતી. •

Most Popular

To Top