Dakshin Gujarat

વિધાનસભા ચૂંટણી: વ્યારા અને નિઝરમાં આટલા ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થશે

વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં આજે ગુરુવારે તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી (Election) માટે મતદાન યોજનાર છે. ચૂંટણીના મહાપર્વમાં તાપી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ, પોલીસ વિભાગ સહિત સમગ્ર સરકારી કર્મચારીઓ જોડાઇ ગયા છે. તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી અનુસંધાને રોકાયેલા અધિકારી-કર્મચારીઓમાં વ્યારા વિધાનસભા બેઠકમાં અંદાજિત ૩૦૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓ, જેમાં ૨૮૬ પ્રિસાઇડિંગ ઓફિસર, ૮૫૮ પોલિંગ ઓફિસર ૧,૨ અને ૩ અને ૨૯૯ પટાવાડાનો સમાવેશ થાય છે.

નિઝર વિધાનસભા બેઠક માટે અંદાજિત ૩૦૦૦થી વધુ, કર્મચારી અધિકારીઓ જેમાં ૩૮૦ પ્રિસાઇડિંગ ઓફિસર, ૧૧૪૦ પોલિંગ ઓફિસર ૧,૨ અને ૩ અને ૩૭૯ પટાવાળાનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૧૬૦૦થી વધુ પોલીસ, અને ૧૫૦થી વધુ કલેક્ટર કચેરીના મળી કુલ ૭,૭૫૦ અધિકારી-કમચારીઓ જોડાયા છે. અત્રે વ્યારા વિધાનસભા બેઠકમાં ૭૯૦ મહિલા ફિમેલ પોલિંગ ઓફિસર તરીકે અને નિઝર વિધાનસભા બેઠક માટે ૮૦૪ મહિલાઓ ફીમેલ પોલિંગ ઓફિસર તરીકે ફરજ નિભાશે.

આ ઉપરાંત તાપી જિલ્લામાં વ્યારા વિધાનસભા બેઠકમાં ૭ સખી મતદાન બુથો જેમાં ૩૫-ચિખલવાવ-૧, ૭૭-વ્યારા-૧૯, ૮૩-વ્યારા-૨૫, ૧૦૯-મદાવ, ૧૧૪-કાનપુરા-૩, ૧૭૫-કલકવા-૨, ૨૦૯-વાંકલા-૨નો સમાવેશ થાય છે. જ્યારે નિઝર વિધાનસભા બેઠક માટે ૩૬-ફુલવાડી-૭(પાટી), ૧૦૬-નિઝર-૨, ૧૯૯-ઉચ્છલ-૨, ૨૦૦-ઉચ્છલ-૩, ૨૪૫-કુમકુવા, ૨૫૦-ચાંપાવાડી, ૨૫૩-ચીમકુવા સખી મથદાન મથકો છે, જેમાં સંપૂર્ણ કામગીરી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં તાપી જિલ્લામાં વ્યારા મતવિસ્તાર માટે ૭ અને નિઝર મતવિસ્તાર માટે કુલ ૬ ઉમેદવાર મળી કુલ ૧૩ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેના માટે આજે તાપી જિલ્લાના ૨,૪૬,૩૬૨ પુરુષ મતદારો અને ૨,૫૯,૧૧૪ મહિલા તેમજ ૦૫ અન્ય મતદારો મળી કુલ ૫,૦૫,૪૮૧ મતદારો મતદાન કરી ૧૩ ઉમેદવારોનું ભાવિ ઇ.વી.એમ.માં કેદ કરશે.

નવસારી 100 ટકા મતદાન સ્લોગન સાથેની રંગોળી કરી મતદારોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ
નવસારી : વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ મતદાનની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ વખતે ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદાનના દિવસે મોડેલ મતદાન મથકો અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવાનું નક્કી કરાયું છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં આઠ મતદાન મથકોને રંગોળી દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે. નાગરીકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં ચાર મોડેલ મતદાન મથકો અને ચાર ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો પર જનજાગૃતિના સંદેશા સાથે આકર્ષક રંગોળી મતદાન મથકોના પ્રાંગણમાં કરવામાં આવી છે.

નવસારી જિલ્લાની ચાર વિધાનસભામાં કુલ 1147 મતદાન મથકો બનશે. જેમાંથી દરેક વિધાનસભા દીઠ 1 મતદાન મથકને નમુનારૂપ અને 1 મતદાન મથક ઇકો ફ્રેન્ડલી બનાવ્યાં છે. જેમાં 174 જલાલપોર વિધાનસભામાં 59 નંબરનું બુથ-તાલુકા પંચાયત શિક્ષણ પ્રાયમરી સ્કુલ સિસોદ્રા (આરક) અને 62 નંબરનુ બુથ કુચેદ, 175 નવસારી વિધાનસભામાં બુથ નંબર 84-સેંટ ફ્રાંસીસ ઓફ અશીશ કોન્વેન્ટ હાઈસ્કુલ નવસારી રૂમ નંબર (એક) અને 200 નંબરનુ બુથ ગણદેવા, 176 ગણદેવી (એસ.ટી.) વિધાનસભામાં બુથ નંબર 213-ચીખલી ગર્લ્સ સ્કુલ ચીખલી વેસ્ટ વિંગ-3 અને 237 નંબરનુ બુથ હોન્ડ તથા 177 વાંસદા વિધાનસભામાં બુથ નંબર 204-પ્રાયમરી સ્કુલ રાણીફળીયા અને 232 નંબરનું બુથ જામાલીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવસારી જિલ્લાની ચાર વિધાનસભામાં કુલ 28 સખી મતદાન મથકો, ચાર દિવ્યાંગ મતદાન મથક અને જલાલપોર વિધાનસભામાં એક યુવા મતદાન મથક બનાવ્યું છે.

Most Popular

To Top