National

પંજાબમાં પ્રદર્શન કરી રહેલા મજૂરોને પોલીસે દોડાવી દોડાવીને માર્યા

પંજાબ: પંજાબમાં (Punjab) બુઘવારની મોડી સાંજે પંજાબના મુખ્યમંત્રી (CM) ભગવંત માનના સંગરુર ખાતે આવેલા નિવાસસ્થાને મજૂર સંગઠને પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં પોલીસે (Police) મજૂરો પર લાઠીચાર્જ કર્યો હતો તેમજ પ્રદર્શનકારીઓને દોડાવી દોડાવીને માર્યા હતાં. આ પરિસ્થિતમાં ધણાં મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જે કારણસર તેઓને સારવાર માટે તાત્કાલિક પંજાબની સંગરુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે મજૂરો દ્વારા આ પ્રદર્શન કરતા પહેલા તેઓએ અગાઉથી જાણકારી આપી હતી. તેથી પોલીસે અગાઉથી જ મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાન તરફના રસ્તા પર પોલીસનો ભારે બંદોબસ્ત તૈયાર કરી દીધો હતો. જણાવી દઈએ કે પંજાબના સંગરુરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા મજદૂર સંગઠનોની બે મુખ્ય માગણીઓ છે. જેમાં તેઓની પ્રથમ માગણી ઘર બનાવવા માટે પ્લોટ આપવા અંગેની તેમજ બીજી માગણી કાયમી રોજગારની છે. મજદૂર સંગઠનોનું કહેવું છે કે તેમને મનરેગા અને ખેતરોમાં કામ કરવા માટે દૈનિક વેતન મળતું નથી.

જાણકારી મળી આવી છે કે મજૂર સંગઠના લોકોએ પ્રદર્શન દરમ્યાન મુખ્યમંત્રી માન વિરુદ્ઘ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરંત પંજાબ પોલીસે મુખ્યમંત્રીના ઘરના એક કિલોમીટર અગાઉથી જ રસ્તા ઉપર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેના કારણે પ્રદર્શનકારીઓ કે જેઓ મુખ્યમંત્રીના ઘર નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા તે સમયે પ્રદર્શનકારીઓ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેના કારણે પોલીસે તેઓ ઉપર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. લાઠીચાર્જ પછી વેપારી સંગઠનોના સભ્યોએ કોલોનીના ગેટની સામે ધરણા પર બેસી ગયા હતા જ્યાં મુખ્યમંત્રી માનનું ઘર આવેલું છે. તેઓએ કોલોનીની અંદર જવાનો રસ્તો બંધ કરી દીધો હતો. આ ઉપરાંત મજદૂર સંગઠનના સભ્યોએ કહ્યું કે પંજાબ પોલીસની આવી દાદાગીરી સહન કરવામાં નહીં આવશે.

પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર તેમની માગણીઓને લઈને પંજાબમાં AAP સરકાર સાથે અનેક રાઉન્ડની બેઠકો કરી છે, પરંતુ સરકાર તેમની માગણીઓને જાણી જોઈને અવગણી રહી છે. પંજાબ સરકાર પંચાયતોને મનરેગા ફંડ પણ નથી આપી રહી. આવી સ્થિતિમાં તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. આજે પણ પંજાબમાં મજૂરોને 250 રૂપિયા મળે છે. વઘારામાં તેઓએ જણાવ્યું કે સરકાર હવે પૈસા વધારવા, પ્લોટ આપવા અને લોન માફ કરવાના વચનોને અવગણી રહી છે.

Most Popular

To Top