World

ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથિ બનશે

નવી દિલ્હી : ઇજિપ્ત (Egypt) અને ભારત (India) દેશ બને આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરશે.આ અવસરને ખાસ બંનાવવામાં આવશે જેને કઈને આ વર્ષના ગણતંત્ર દિવસની (Republic Day) ઉજવણી પર કઈક નવું થવા જય રહ્યું છે. કારણકે આ વખતે ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ગણતંત્ર દિવસ 2023ના અવાસર પર ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી (Abdel Fattah Al Sisi) વિદેશી મહેમાન ભારત આવનાર છે.

  • ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભારતમાં હાજરી આપશે
  • 2021માં બ્રિટનના તત્કાલિન વડા પ્રધાન ભારતના મહેમાન બન્યા હતા

બંને દેશોએ આ વર્ષે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે બંને દેશોએ આ વર્ષે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. ગયા મહિને ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઇજિપ્તની તેમની મુલાકાત ઉપર ગયા હતા તે દરમિયાન રાષ્ટ્રપતિ અલ અબ્દેલ ફતહ સીસીને મળ્યા હતા.અને ત્યાં તેમની સાથે ચર્ચા વિચારણાઓ પણ કરી હતી.

2021માં બ્રિટનના તત્કાલિન વડા પ્રધાન ભારતના મહેમાન બન્યા હતા
અગાઉ 2021 માં બ્રિટનના તત્કાલિન વડા પ્રધાન બોરિસ જોન્સનને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ બ્રિટનમાં કોરોના મહામરી નો ખુબ જ હાહાકાર મચી ગયો હતો. અને અંતે જોન્સને ભારત આવવાની અસમર્થતા વ્યક્ત કરી હતી તમને જણાવી દઈએ કે,કોરોનાવાયરસ રોગચાળાને કારણે સતત બે વર્ષ સુધી કોઈ વિદેશી નેતાને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા ન હતા.

Most Popular

To Top