શિક્ષણને મફત અને મજબુત બનાવવા માટે ખનગી સ્કુલોને બંધ કરો અંધાધુંધ સ્કુલ ફી મધ્યમવર્ગના લોકોને પાયમાલ કરે છે. આપણા દેશમાં સારામાં સારો ધંધો શિક્ષણ છે. અને તે પણ પાછો આધુનિક અને સોફેસ્ટીકેટેડ આ દુકાન એવી છે બંધ થવાની નથી. સ્કુલ હવે કાયદેસરની દુકાન અને વિદ્યાર્થીઓ ગ્રાહક છે. આ બિઝનેસ મોટા માથાઓ અને બિઝનેસમેનોના ખોળામાં મુક્યો છે. શિક્ષણને સફળ બનાવવા અા ખાનગી સ્કુલને બંધ કરીને આપડે ત્યા છે ભુતિયા મકાનમાં આંગણવાડીઓ છે તેને ગુણવત્તા અને શિક્ષણની દરેક અછત ને પુરી કરે તે કક્ષાની શિક્ષણ પુરુ પાડે એવી બનાવો. ક્યા સુધી શિક્ષણમાં આવી મોંઘીદાટ ફી ભરીને સામાન્ય માણસ સહન કરશે. આ બધી ખાનગી સ્કુલોને સરકારી સ્કુલ બનાવીને શિક્ષણ સ્તરને ઊંચો દરજ્જો આપીને રામરાજ અને ભારતનું રત્ન અને મુલ્ય ને અને શિક્ષણને ઊંચ્ચકક્ષાનું અને મફત બનાવો રોટી, કપડા અને મકાન પણ શિક્ષણ પર નિભર્ય છે.
સુરત – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આભાર માનવો એ આપણું સૌજન્ય કહેવાય
આપણે એટલાં લાગણીશૂન્ય છીએ કે કોઇએ મદદ કરી હોય, ડોકટર હોય કે વકીલ, શિક્ષક હોય કે વડીલ, ગરજ સરી ને વૈદ વેરી. આપણાથી ન થઇ શકે એવાં કામ કોઇ કરી આપે અને આપણને વ્યાવહારિક ફાયદો થાય, પણ સામાવાળાનું ઋણ ચૂકવવાનું ભૂલી જવાય એમાં આપણો કયારેક અહમ છુપાયેલો હોય છે. વ્યાવહારિક બની લાગણીને પ્રગટ કરવી એમાં જ આપણું સૌજન્ય છે.
અડાજણ – અનિલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.